Not Set/ આજથી શરૂ વિમાન સેવા, ખુલ્લા આકાશમાં ઉડાન ભરવા તૈયાર

લોકડાઉનનાં કારણે દેશમાં વિમાન સર્વિસ બંધ કરવામાં આવી હતી, જે આજથી શરૂ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે વિમાનમાં ફક્ત તે લોકોને જ પરવાનગી આપવામાં આવી છે, જેમાં કોરોના વાયરસનાં લક્ષણો નથી. ઉપરાંત, તેમના લક્ષ્યસ્થાન પર પહોંચ્યા પછી, તેમણે પોતાને 14 દિવસ માટે ક્વોકેન્ટાઇન કરવુ જરૂરી રહેશે. જો મુસાફરોને યાત્રા બાદ કોરોના […]

India
3882e23537cc7ad739560e1a22cfc10b આજથી શરૂ વિમાન સેવા, ખુલ્લા આકાશમાં ઉડાન ભરવા તૈયાર
3882e23537cc7ad739560e1a22cfc10b આજથી શરૂ વિમાન સેવા, ખુલ્લા આકાશમાં ઉડાન ભરવા તૈયાર

લોકડાઉનનાં કારણે દેશમાં વિમાન સર્વિસ બંધ કરવામાં આવી હતી, જે આજથી શરૂ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે વિમાનમાં ફક્ત તે લોકોને જ પરવાનગી આપવામાં આવી છે, જેમાં કોરોના વાયરસનાં લક્ષણો નથી. ઉપરાંત, તેમના લક્ષ્યસ્થાન પર પહોંચ્યા પછી, તેમણે પોતાને 14 દિવસ માટે ક્વોકેન્ટાઇન કરવુ જરૂરી રહેશે. જો મુસાફરોને યાત્રા બાદ કોરોના વાયરસનાં લક્ષણોનો અનુભવ થાય છે, તો તેઓએ જિલ્લા સર્વેલન્સ અધિકારીને જાણ કરવાની રહેશે.

આંતરરાષ્ટ્રીય વિમાનમાં ઉડાન ભરતા મુસાફરોને ભારતની ફ્લાઇટમાં ઉડાન ભરતા પહેલા એક અડરટેકિંગ દેવાની રહેશે કે તેઓ 14 દિવસ માટે પોતાને ક્વોરેન્ટાઇન કરશે. તે 7 દિવસ સુધી પેઇડ ઇસ્ટિંટ્યૂશનલ ક્વોરેન્ટાઇનમાં જરૂર રહેશે અને તે ખર્ચ તેઓ જ ઉપાડશે, ત્યારબાદ તે સાત દિવસ માટે ઘરે ક્વોરેન્ટાઇન રહેશે. ફક્ત સગર્ભા સ્ત્રીઓ, માનવીય સમસ્યાઓ, કુટુંબમાં કોઈનું મોત, ગંભીર માંદગી અથવા જેઓ 10 વર્ષથી નીચેના બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છે તેમને જ નિયમોમાં થોડી રાહત મળી શકે છે. આ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.

આપને જણાવી દઇએ કે, એરલાઇન્સ આજથી દેશભરમાં શરૂ થઈ ગઈ છે. તમામ રાજ્યોએ એરલાઇન્સ શરૂ કરતા પહેલા તેમની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. એરપોર્ટથી વિમાનની મુસાફરી પછી અન્ય રાજ્યોમાં પ્રવેશ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેને દરેક નાગરિકએ સ્વીકારવી પડશે. 380 વિમાનોએ દિલ્હીનાં ઇન્દિરા ગાંધી એરપોર્ટથી સંચાલન શરૂ કર્યું છે. જેમાંથી 190 વિમાન રવાના થશે, તો વળી 190 વિમાન દિલ્હીનાં આઈજીઆઈ એરપોર્ટ પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.