Not Set/ સુપ્રીમ કોર્ટનો આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઇને મોટો નિર્ણય, આગામી 10 દિવસો સુધી…

કોરોના સંકટનાં કારણે, દેશ લાંબા સમયથી લોકડાઉન હેઠળ છે, ત્યારે લગભગ બે મહિના પછી દેશમાં ઘરેલું ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને લઈને મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી 10 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય વિમાનની તમામ બેઠકો બુક કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે, એર ઇન્ડિયાને આગામી 10 […]

India
1441e4d21fdda617d4928cc577ae1293 સુપ્રીમ કોર્ટનો આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઇને મોટો નિર્ણય, આગામી 10 દિવસો સુધી...
1441e4d21fdda617d4928cc577ae1293 સુપ્રીમ કોર્ટનો આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઇને મોટો નિર્ણય, આગામી 10 દિવસો સુધી...

કોરોના સંકટનાં કારણે, દેશ લાંબા સમયથી લોકડાઉન હેઠળ છે, ત્યારે લગભગ બે મહિના પછી દેશમાં ઘરેલું ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને લઈને મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી 10 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય વિમાનની તમામ બેઠકો બુક કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે, એર ઇન્ડિયાને આગામી 10 દિવસ માટે નોન-શિડ્યુઅલ વિદેશી ફ્લાઇટ માટે વચ્ચેની બેઠક બુક કરવાની મંજૂરી છે, પરંતુ તે પછી મિડલની બેઠક બુક કરાવી શકાશે નહીં. .

આપને જમાવી દઇએ કે, બોમ્બે હાઇ કોર્ટે કોરોના વાયરસને કારણે સામાજિક અંતરનું પાલન કરવા વિમાનની મધ્ય સીટ ખાલી રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનાં આ નિર્ણય સામે ભારત સરકાર અને એર ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી ડીજીસીએ અને એર ઇન્ડિયા નિયમોમાં કોઈ ફેરફાર કરવા માટે સ્વતંત્ર છે જે તેઓને યોગ્ય લાગે છે. જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે લોકોનાં સ્વાસ્થ્યને લઇને ચિંતિત છીએ. બોમ્બે હાઈકોર્ટ 2 જૂને આ કેસની સુનાવણી કરશે.

આપને જણાવી દઈએ કે, આજે પૂરા બે મહિના પછી ઘરેલું ફ્લાઇટ્સ દેશમાં શરૂ થઈ ગઈ છે, આજે એરપોર્ટમાં રોનક દેખાઈ રહી છે, આજે સવારે 5 વાગ્યે પહેલું વિમાન દિલ્હીથી પુણે માટે અને મુંબઈથી પટના સવારે 6:45 વાગ્યે ઉપડ્યું હતું. બંને ફ્લાઇટ્સ ઇન્ડિગોની હતી, આપને જણાવી દઇએ કે, સોમવારે કુલ 380 ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે નવી દિલ્હી એરપોર્ટથી કુલ 190 ફ્લાઇટ્સ ઉડાન ભરશે અને તેટલી જ ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.