આંધી-તોફાન અને ઘનઘોર વરસાદને ધ્યાનમાં લઈને હરિયાણા સરકારે બે દિવસ માટે બધી સરકારી અને પ્રાઇવેટ સ્કુલોમાં રજા જાહેર કરી દીધી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ મોસમ વિભાગ પાસેથી આ વિષે માહિતી માગી હતી. PMO એ પૂછ્યું હતું કે શા માટે હરિયાણા સરકારને એવી સુચના આપવામાં આવી કે સ્કૂલોને બંધ કરી દેવામાં આવે.
PMO ના સવાલ પર મોસમ વિભાગે PMO ને જવાબ આપ્યો હતો કે મોસમ વિભાગ તરફથી એવી કોઈ સુચના હરિયાણા સરકારને આપવામાં નથી આવી કે સ્કૂલો બંધ કરી દેવામાં આવે.
PMO ને મોસમ વિભાગનો જવાબ:
મોસમ વિભાગના (DDGM) દેવેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે હરિયાણા સરકારે સ્કૂલો બંધ કરવા માટે કોઈપણ એડવાઇઝરી આપવામાં આવી નથી. તેમનું કહેવું છે કે આગામી 24 કલાકમાં દિલ્લીમાં ખરાબ મોસમને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પશ્ચિમી વિક્ષેપ ચાલતા પુષ્કળ વરસાદ થઇ શકે છે અને કરાં પણ પડી શકે છે.
હરિયાણામાં બે દિવસ સ્કુલ બંધ:
ભયંકર તોફાન અને પુષ્કળ વરસાદની આશંકાઓના કારણે હરિયાણા સરકારે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ પ્રદેશની બધી સરકારી અને પ્રાઇવેટ સ્કુલમાં રજા જાહેર કરી દીધી છે. રાજ્યના શિક્ષામંત્રી રામવિલાસ પાસવાણે આ વાતની પુષ્ટિ કરી છે. હરિયાણાના લગભગ 350 પ્રાઇવેટ અને 575 સરકારી સ્કુલોમાં 2 દિવસ જાહેર રાખવાનો આદેશ કર્યો છે.
આગામી 48 કલાકમાં મોસમ પરિવર્તનની આગાહી:-
મોસમ વિભાગની જાણકારી બાદ દેશના કુલ 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મોસમ વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાકમાં કુદરીતી આપત્તિ આવી શકે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે હરિયાણા, દિલ્લી, અને ચંદીગઢના અમુક ક્ષેત્રોમાં વંટોળ આવવાની સંભાવના છે. જેનો અસર પૂર્વી અને ઉત્તરપુર્વી રાજ્યોમાં પણ જોવા મળશે.
#ઉપર્યુક્ત દ્રશ્યમાન ચિત્ર પ્રતીકાત્મક છે.
આ બાબતોને ધ્યાનમાં રાખતા મોસમ વિભાગ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા તેમજ પૂર્વોત્તરના અમુક રાજ્યો જેમ કે કેરલ અને કર્ણાટકમાં વંટોળ સાથે ધોધમાર વરસાદ આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જયારે રાજસ્થાનમાં ધૂળભર્યું વંટોળ અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ઝડપી વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેટલાક રાજ્યોમાં ભયંકર તોફાન આવી શકે છે:
ઉત્તર અને ઉત્તરપૂર્વીય ભારતના તમામ ભાગોમાં તોફાનો અને મજબૂત પવનો ચાલુ હોવા છતાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંતરિક મહારાષ્ટ્ર અને તેલંગાણા, રાયલસીમા અને અંદરના ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં આ પ્રદેશના વર્તમાન પશ્ચિમી વિક્ષેપને કારણે દિવસો માટે મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.