Not Set/ એક શહેરમાંથી બીજા શહેરમાં જનારાને રાહત, આ તારીખથી શરુ થશે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ

તમામ સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સાથે વિમાનસેવા25 મેથી શરૂ થઈ શકે છે, આ અંગેની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 110 દિવસમાં દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 6 હજારને વટાવી ગઈ છે, જ્યારે વાયરસને કારણે 3300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, દેશના […]

India
f410a6e236f68ccfa0a622a4bcaf8ab5 1 એક શહેરમાંથી બીજા શહેરમાં જનારાને રાહત, આ તારીખથી શરુ થશે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ

તમામ સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સાથે વિમાનસેવા25 મેથી શરૂ થઈ શકે છે, આ અંગેની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 110 દિવસમાં દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 6 હજારને વટાવી ગઈ છે, જ્યારે વાયરસને કારણે 3300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, દેશના માત્ર ચાર રાજ્યોમાં આશરે 70 ટકા દર્દીઓ છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને તમિલનાડુ મુખ્ય છે. લોકડાઉનને કારણે દેશમાં પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. દુનિયાની વાત કરીએ તો, વિશ્વમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા 3 લાખ 20 હજારને વટાવી ગઈ છે, જ્યારે લગભગ 49 લાખ લોકોને તેનાથી ચેપ લાગ્યો છે.

ડોમેસ્ટિક વિમાન સેવા 25 મેથી શરૂ થઈ શકે છે, તૈયારીઓ શરૂ થઈ જશે

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટવીટ કરીને માહિતી આપી છે કે 25 મેથી ઘરેલું વિમાન શરૂ થઈ શકે છે. આ માટે તમામ એરપોર્ટ અને એરલાઇન કંપનીઓને જાણ કરવામાં આવી છે. મુસાફરો માટે એક અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન.