Not Set/ પ્રરપ્રાંતિય મજૂરો બાદ રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઇવર સાથે કરી વાત, સાંભળી તેમની સમસ્યા

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિય મજૂરો સાથે વાતચીત કર્યા બાદ ઉબેરનાં ડ્રાઇવર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, વાતચીત “સારી” રહી. રાહુલે ઉબેર ડ્રાઇવરને તેમની અને તેમના જેવા બીજા ઘણા લોકોને આવી રહેલી સમસ્યાઓ અંગે વાત કરી. કેરળનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધી લોકડાઉન લાગુ થયા બાદથી સરકારનાં કોરોના રોગચાળાને […]

India
8dfc45ea5c7b23e4f6074a6850eb08d0 પ્રરપ્રાંતિય મજૂરો બાદ રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઇવર સાથે કરી વાત, સાંભળી તેમની સમસ્યા
8dfc45ea5c7b23e4f6074a6850eb08d0 પ્રરપ્રાંતિય મજૂરો બાદ રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઇવર સાથે કરી વાત, સાંભળી તેમની સમસ્યા

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિય મજૂરો સાથે વાતચીત કર્યા બાદ ઉબેરનાં ડ્રાઇવર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, વાતચીત “સારી” રહી. રાહુલે ઉબેર ડ્રાઇવરને તેમની અને તેમના જેવા બીજા ઘણા લોકોને આવી રહેલી સમસ્યાઓ અંગે વાત કરી. કેરળનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધી લોકડાઉન લાગુ થયા બાદથી સરકારનાં કોરોના રોગચાળાને નિયંત્રિત કરવાની રીતની ટીકા કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – “મારી દિલ્હીમાં ઉબેર ડ્રાઈવર પરમાનંદ સાથે સારી વાતચીત થઇ. પરમાનંદ અને તેમના જેવા અન્ય લોકોની સમસ્યાઓ પર ચર્ચા કરી.” રાહુલ ગાંધીએ પણ આ બેઠકની તસવીર શેર કરી છે. જેમાં તે અને ઉબેર ડ્રાઇવર ખુરશી પર એક રસ્તા પર બેઠા દેખાઇ રહ્યા છે. અમેરિકાની કેબ સર્વિસ પ્રોવાઇડર ઉબેરે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હજારો લોકોને છૂટા કર્યા છે. લોકડાઉન વચ્ચે ગત સપ્તાહે દિલ્હીમાં કેબ સેવાઓને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ગત અઠવાડિયે, રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથેની એક ડોક્યુમેન્ટ્રી મુલાકાત રજૂ કરી હતી. વીડિયોમાં ઘરે પરત ફરતા પરપ્રાંતિય મજૂરોએ પોતાની પીડા વ્યક્ત કરી હતી. આ પરપ્રાંતિય મજૂરો ઉત્તર પ્રદેશનાં હરિયાણાથી ઝાંસી તરફ પગપાળા જતા હતા. આ વીડિયોમાં એક પરપ્રાંતિય મહિલા કહે છે કે, તે ત્રણ દિવસથી ભૂખ્યા છે. ભૂખથી મરી રહ્યા છે. તેની સાથે બાળકો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.