Not Set/ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર લગાવ્યો આરોપ, દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો કરી રહ્યા છે પ્રયાસ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કોરોના સામેની દેશની લડત નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રસાદે કહ્યું કે, જ્યારે કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ આવી છે ત્યારથી રાહુલ ગાંધી આ લડતનાં મામલે દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા કહ્યું હતું કે લોકડાઇન કોવિડ-19 […]

India
2fbe2a7aa4caf8e72243ac00a7479fe3 કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર લગાવ્યો આરોપ, દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો કરી રહ્યા છે પ્રયાસ
2fbe2a7aa4caf8e72243ac00a7479fe3 કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર લગાવ્યો આરોપ, દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો કરી રહ્યા છે પ્રયાસ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કોરોના સામેની દેશની લડત નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રસાદે કહ્યું કે, જ્યારે કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ આવી છે ત્યારથી રાહુલ ગાંધી આ લડતનાં મામલે દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા કહ્યું હતું કે લોકડાઇન કોવિડ-19 સામે કોઈ સમાધાન નથી. તેનાથી વિપરીત, પંજાબ અને રાજસ્થાને સૌ પ્રથમ લોકડુન લગાવ્યું. મહારાષ્ટ્રે લોકડાઉન 31 મે સુધી વધારી દીધુ. તેમણે પૂછ્યું – શું તમારા મુખ્યમંત્રી તમારી વાત પણ સાંભળતા નથી?

રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “રાહુલ ગાંધી ખોટા આક્ષેપો કરે છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મજૂરોની ટિકિટ માટે ટિકિટનાં પૈસા લેવામાં આવી રહ્યા છે. સરકારે વારંવાર કહ્યું છે કે મજૂરો પાસેથી ભાડા લેવામાં આવતા નથી, રેલવે મંત્રાલય 85% ટિકિટ ભાડું અને રાજ્ય સરકારો 15% વહન કરી રહી છે.”

તેમણે કહ્યું કે, વિશ્વનાં 15 દેશો જ્યાં કોરોના મોટો રોગ બની ગયો છે તેની કુલ વસ્તી 142 કરોડ છે. તેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, કેનેડા અને અન્ય દેશો છે. આ દેશોમાં 26 મે સુધી, લગભગ 3.43 લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. ભારતની વસ્તી 137 કરોડ છે અને આપણા દેશમાં 4,345 લોકો મૃત્યુ પામ્યા છે. 64 હજારથી વધુ રિકવરી દર સામે આવ્યો છે.

પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે દેશના સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કર્યો તેના હુ પાંચ વિભાગ જણાવુ છું. 1- નકારાત્મકતા ફેલાવવી, 2- સંકટ સમયે રાષ્ટ્રની વિરુદ્ધ કામ કરવું, 3- ખોટો શ્રેય લેવો, 4- બીજું કહેવુ કઇક અને કરવુ કઇક અલગ, 5- ખોટા તથ્યો અને ખોટા સમાચાર ફેલાવવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.