Not Set/ ટ્રમ્પનાં દાવાની ભારતે ખોલી પોલ, ચીન સાથેનાં વિવાદ પર PM મોદી સાથે નથી થઇ કોઇ ચર્ચા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા કલાકો પહેલા કહ્યું હતું કે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનમાં જે ચાલી રહ્યું છે તેનાથી તેઓ સારા મૂડમાં નથી. યુએસ રાષ્ટ્રપતિનાં આ દાવા અંગે સરકારી સુત્રો કહે છે કે તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જેનો સીધો અર્થ એ થયો કે ટ્રમ્પ […]

India
3b380e0ac852d0c295e87fd8158c8f71 ટ્રમ્પનાં દાવાની ભારતે ખોલી પોલ, ચીન સાથેનાં વિવાદ પર PM મોદી સાથે નથી થઇ કોઇ ચર્ચા
3b380e0ac852d0c295e87fd8158c8f71 ટ્રમ્પનાં દાવાની ભારતે ખોલી પોલ, ચીન સાથેનાં વિવાદ પર PM મોદી સાથે નથી થઇ કોઇ ચર્ચા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા કલાકો પહેલા કહ્યું હતું કે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનમાં જે ચાલી રહ્યું છે તેનાથી તેઓ સારા મૂડમાં નથી. યુએસ રાષ્ટ્રપતિનાં આ દાવા અંગે સરકારી સુત્રો કહે છે કે તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જેનો સીધો અર્થ એ થયો કે ટ્રમ્પ આ વિષય પર ખોટુ બોલી રહ્યા છે.

સુત્રો અનુસાર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ નથી. બંને નેતાઓ વચ્ચે છેલ્લી ચર્ચા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને 4 એપ્રિલ 2020 નાં રોજ થઇ હતી. તેમણે કહ્યું, “ગઈકાલે (ગુરુવારે), વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, અમે સ્થાપિત મિકેનિઝમ્સ અને રાજદ્વારી સંપર્કો દ્વારા સીધા ચીનનાં સંપર્કમાં છીએ.”

આપને જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉ 27 મી મે નાં રોજ મધ્યસ્થી પર ટ્વિટ કર્યું હતું, ‘અમે ભારત અને ચીન બંનેને જાણ કરી દીધી છે કે સીમા વિવાદ પર યુ.એસ. મધ્યસ્થી માટે તૈયાર ઈચ્છુક અને સક્ષમ છે. આભાર. આપને જણાવી દઈએ કે, રવિવારે ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે તે ચીન સાથેનાં આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે. ચીન દ્વારા પણ વાટાઘાટો દ્વારા કોઈ સમાધાનની વાત કરવામાં આવી રહી છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઆને બુધવારે બેઇજિંગમાં કહ્યું હતું કે, ચીન અને ભારત પાસે વાટાઘાટોનાં તમામ વિકલ્પો છે અને આ દ્વારા આ મુદ્દો ઉકેલી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.