Not Set/ લોકડાઉન 5.0 અંગે અમિત શાહે માગ્યા સૂચનો, વિવિધ રાજ્યોનાં CM સાથે યોજી વીડિયો કોન્ફરન્સ

દેશ  – દુનિયાને કોરોનાએ અજગીર ભરડો લીદો અને વિશ્વ આખું બાનમાં આવી ગયું. ભારતનાં સંદર્ભમાં જોવામાં આવે તો છેલ્લા 66 દિવસથી દેશ આખો લોક છે અને દેશ સાથે લોકડાઉન પણ પોતાનાં પાંચમાં તબક્કામાં પ્રવેશ કરવાનાં આરે  છે. લાંબા લોકડાઉનનાં અનેક ભય સ્થાનો છે અને કોરોનાનો હાલ સુધી કોઇ સત્તાવાર તોડ પણ શોઘી શકાયો નથી, ત્યારે લોકડાઉનમાં […]

India
8ecd3992d7ac98d40c021aeeda70437a લોકડાઉન 5.0 અંગે અમિત શાહે માગ્યા સૂચનો, વિવિધ રાજ્યોનાં CM સાથે યોજી વીડિયો કોન્ફરન્સ
8ecd3992d7ac98d40c021aeeda70437a લોકડાઉન 5.0 અંગે અમિત શાહે માગ્યા સૂચનો, વિવિધ રાજ્યોનાં CM સાથે યોજી વીડિયો કોન્ફરન્સ

દેશ  – દુનિયાને કોરોનાએ અજગીર ભરડો લીદો અને વિશ્વ આખું બાનમાં આવી ગયું. ભારતનાં સંદર્ભમાં જોવામાં આવે તો છેલ્લા 66 દિવસથી દેશ આખો લોક છે અને દેશ સાથે લોકડાઉન પણ પોતાનાં પાંચમાં તબક્કામાં પ્રવેશ કરવાનાં આરે  છે. લાંબા લોકડાઉનનાં અનેક ભય સ્થાનો છે અને કોરોનાનો હાલ સુધી કોઇ સત્તાવાર તોડ પણ શોઘી શકાયો નથી, ત્યારે લોકડાઉનમાં છુટછાટ અનિવાર્ય હોય અને આવતા બે દિવસમાં લોકડાઉન – 4.0ની અવધી ખતમ થતી હોય. લોકડાઉન – 5.0નું રંગરૂપ કેવું હશે તેના પર લોકોની નજર ટકેલી છે ત્યારે લોકડાઉન – 5.0માં શું તે મામલે દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

જી હા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાલે લોકડાઉન – 5.0નાં સંદર્ભ સાથે વિવિધ રાજ્યોનાં CM સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. લોકડાઉન વધારવું કે નહીં તે અંગે સુચનો મંગાયાની સાથે સાથે જો વધારો કરવામાં આવે તો રાજ્યોમાં કેવા પ્રકારની છુટછાટ આપવી તે વિશે પણ ચર્ચા કરવામાં આવ્યાની સાથે સાથે સુચનોનો તાગ માળવવાની કવાયતો કરવામાં આવી હતી. 

લોકડાઉન 5.0 અંગે અમિત શાહે સુચનો માગ્યા છે, કારણ કે, 31મીમેએ લોકડાઉન 4.0નો છેલ્લો દિવસ છે અને આગામી સમયમાં કોરોના સામેની લડાઇ અને લોકોની લોકડાઉનનાં કારણે થઇ રહેલી હાલાકીને કઇ રીતે બેલેન્સ કરી દેશનાં લાંબા સમયથી અટકી ગયેલા અર્થતંત્રને પાટે ચડાવી શકાય તે પ્લાનીંગ અત્યંત જરૂરી જણાઇ રહ્યું છે. 

જો કે, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની વિજય રુપાણી સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ગઇ કાલે જ પોતાનો લોકડાઉન – 5.0નો ડ્રાફટ મોકલી આપવામાં આવ્યો છે અને કઇ પ્રકારની રાજ્યમાં છુટછાટ આપવામાં આવે તેની માંગ કેન્દ્રને કરી દેવામાં આવી છે. કેન્દ્ર દ્વારા લોકડાઉન – 5.0ની શરતો માન્ય કરવામાં આવશે તે રીતે ગુજરાતમાં લોકડાઉન – 5.0 અમલી બનશે તે સ્પષ્ટ વાત છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….