Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા અધધ કેસ

ભારતમાં કોરોનાવાયરસ કેસ લોકડાઉન લાગુ હોવા છતા ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 1.82 લાખને પાર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,82,143 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 5,164 લોકો માર્યા ગયા છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India
32ad40d594293d8fa39598ef00617fc8 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા અધધ કેસ
32ad40d594293d8fa39598ef00617fc8 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા અધધ કેસ

ભારતમાં કોરોનાવાયરસ કેસ લોકડાઉન લાગુ હોવા છતા ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 1.82 લાખને પાર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,82,143 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 5,164 લોકો માર્યા ગયા છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,380 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 86,984 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દરમિયાન, શનિવારે, દેશમાં લાગુ થયેલા લોકડાઉનને કન્ટેનમેન્ટ ઝોન સુધી મર્યાદિત રાખીને સમયગાળો 30 જૂન સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.