Not Set/ જમ્મુ-કાશ્મીર/ અવંતિપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ખૂબ ઝડપથી વધી રહી છે. દરરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરનાં સમાચાર સામે આવી રહ્યા છે. વળી સેના સતત સર્ચ ઓપરેશન દ્વારા આતંકવાદીઓનાં અસ્તિત્વને નષ્ટ કરી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરનાં અવંતિપોરાનાં ત્રાલ ક્ષેત્રમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચેનાં એન્કાઉન્ટર બાદ સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. […]

India
6b8d44d0ca42a7adf3692d3355505a53 જમ્મુ-કાશ્મીર/ અવંતિપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી માર્યો ગયો
6b8d44d0ca42a7adf3692d3355505a53 જમ્મુ-કાશ્મીર/ અવંતિપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ખૂબ ઝડપથી વધી રહી છે. દરરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરનાં સમાચાર સામે આવી રહ્યા છે. વળી સેના સતત સર્ચ ઓપરેશન દ્વારા આતંકવાદીઓનાં અસ્તિત્વને નષ્ટ કરી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરનાં અવંતિપોરાનાં ત્રાલ ક્ષેત્રમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચેનાં એન્કાઉન્ટર બાદ સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. ત્યાં હજી ઓપરેશન ચાલુ છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી આતંકી પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. જોકે, સેનાએ છેલ્લા 4 દિવસમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે. વળી, આતંકવાદીઓની મોતથી ડરી ગયેલા પાકિસ્તાને પુંછ જિલ્લાનાં મનકોટ અને મેંઢર સેક્ટરમાં મોર્ટાર ચલાવ્યા હતો અને હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. નિયંત્રણ રેખામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે સેનાએ છેલ્લા 4 દિવસમાં 13 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આતંકીઓની મોત બાદ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારે ફાયરિંગ અને મોર્ટાર ચલાવ્યા છે. આ સાથે જ ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મેંઢર સેક્ટરમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 10 આતંકીઓને ઠાર કર્યા હતા. વળી રાજૌરીનાં નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે.

જ્યાં સેનાએ 13 આતંકીઓને ઠાર કર્યા છે. છેલ્લા 4 દિવસમાં વિશાળ માત્રામાં હથિયારો, દારૂગોળો મળી આવ્યો છે. સેના પાસે અત્યાર સુધી 2 એકે 47 રાઇફલ્સ, 1 એમ 16 એ 2 રાઇફલ, 1 પિસ્તોલ, 1 યુબીજીએલ, ગ્રેનેડ છે. સેનાનું કહેવું છે કે, પાકિસ્તાનનાં આ શસ્ત્રોવાળી કેટલીક ખાદ્ય વસ્તુઓ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.