Not Set/ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યની જેલોમાંથી 9,671 કેદીઓને કરાયા મુક્ત, જાણો શું છે કારણ

દેશમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી બહાર આયા છે. ત્યારે રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસનાં કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, મહારાષ્ટ્રની 60 જેલોમાં 38,000 કેદીઓ છે, તેમની વચ્ચે સામાજિક અંતર સ્થાપિત કરાવી શકાય તે […]

India
03b547dae2c92d64218586ce5a90c40d મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યની જેલોમાંથી 9,671 કેદીઓને કરાયા મુક્ત, જાણો શું છે કારણ
03b547dae2c92d64218586ce5a90c40d મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યની જેલોમાંથી 9,671 કેદીઓને કરાયા મુક્ત, જાણો શું છે કારણ

દેશમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી બહાર આયા છે. ત્યારે રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસનાં કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, મહારાષ્ટ્રની 60 જેલોમાં 38,000 કેદીઓ છે, તેમની વચ્ચે સામાજિક અંતર સ્થાપિત કરાવી શકાય તે માટે અમે 9,671 કેદીઓને મુક્ત કર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસનાં મામલે મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું કેન્દ્ર છે, રાજ્યની સરકારની મુશ્કેલીઓમાં વધારો થતાં અહીંની જેલોમાં કોરોનાવાયરસનાં કેસોમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર સરકારે હવે જેલોમાં રોગચાળો ફેલાતો અટકાવવા કેદીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેના માટે 9,671 કેદીઓને છૂટા કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, હવે અમે ઇમરજન્સી પેરોલ પર 11,000 વધુ કેદીઓને મુક્ત કરવા જઈ રહ્યા છીએ. અમે 24 જિલ્લામાં 31 અસ્થાઇ જેલની સ્થાપના કરી છે. આપને જણાવી દઇએ કે શનિવારે ઔરંગાબાદની હરસુલની સેન્ટ્રલ જેલમાં એક કેદી કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હોવાના થોડા દિવસો બાદ શનિવારે 29 અન્ય કેદીઓ રોગચાળાથી ચેપગ્રસ્ત મળી આવ્યા હતા.

એક અહેવાલ મુજબ દેશનાં 10 રાજ્યોમાં 84 ટકા કોરોના કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી, એમપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને બિહારનો સમાવેશ થાય છે. કોરોનાથી દેશમાં મૃત્યુ પામેલા તમામ લોકોમાંથી 95 ટકા લોકો આ રાજ્યોનાં છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી, તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પ્રતિ મિલિયન વસ્તીમાં ટેસ્ટ પણ વધુ કરાયા ગયા હતા, જેના કારણે વધુ કેસ નોંધાયા હતા. મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ટેસ્ટ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.