Booster Dose/ કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે નહીં કરવું પડે રજિસ્ટ્રેશન, જાણો વિગતે

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, કોવિડ 19નો બૂસ્ટર ડોઝ નજીકના વેક્સિનેશન સેન્ટરમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે

Top Stories India
કોરોના

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો ઓછા થતા જોવા મળી રહ્યાં છે, પરંતુ સરકાર તરફથી હવે 18થી 59 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવવાનો નિર્ણય લીધો છે. 10 એપ્રિલ એટલે કે આવતીકાલથી બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ થઈ જશે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે શનિવારે બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્વાસ્થ્ય સચિવો સાથે વાતચિત કરી છે. તેમણે આ મુદ્દે ઘણા મહત્ત્વના નિર્દેશ આપ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવએ રાજ્યના સ્વાસ્થ્ય સચિવોને જણાવ્યું છે કે, કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવવા દરમિયાન નજીકના વેક્સિનેશન કેન્દ્ર પરથી 150 રૂપિયાથી વધારે પૈસા આપવા પડશે નહીં. તેની સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે વ્યક્તિને જે વેક્સિનનો પ્રથમ કે બીજો ડોઝ લાગેલો હશે તેમણે એ જ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. બૂસ્ટર ડોઝ લગાવવા માટે કોઈ નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, કોવિડ 19નો બૂસ્ટર ડોઝ નજીકના વેક્સિનેશન સેન્ટરમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા બધા જ વેક્સિનેશન કેન્દ્રોમાં હશે. તો બીજી તરફ વેક્સિન નિર્માતા સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે તેમના કોવિશીલ્ડ વેક્સિનની બૂસ્ટર ડોઝની કિંમત પાત્ર લોકો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ હશે.

હાલના સમયમાં કોઈ વ્યક્તિને કોવિશીલ્ડના અલગ – અલગ વેક્સિન ડોઝ આપવાની દેશમાં અનુમતિ નથી, જેનો મતલબ છે કે બૂસ્ટર ડોઝ તે જ વેક્સિનનો લાગશે જેનો પ્રથમ અને બીજો ડોઝ જે તે કંપનીનો આપેલો હશે. તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધની લડાઈ હવે વધારે મજબુતીથી લડવી પડશે. હવે 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો 10 એપ્રિલથી પ્રાઈવેટ સેન્ટરમાં બૂસ્ટર ડોઝ લગાવી શકશે. જે લોકોને વેક્સિનના બીજા ડોઝના 9 મહિના થઈ ચૂક્યા તેઓ જ બૂસ્ટર ડોઝ લગાવવા માન્ય હશે.

આ પણ વાંચો: AAPના નેતાઓ ભાજપમાં જોડાવા પર કેજરીવાલે કહ્યું, તેઓ મારાથી નહીં, જનતાથી ડરે છે

આ પણ વાંચો: અમિત શાહ આજથી ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો:વઢવાણ ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ, બે બાળકોના કમકમાટી ભર્યા મોત

આ પણ વાંચો: સગર્ભા માતા અને બાળકોને આપવાની રસી મુકવાની પેટી રઝળતી મળી