Not Set/ દિલ્હી/ દારૂનાં શોખીનો માટે Good News, આજથી રાજધાનીમાં દારૂ પર…

દારૂનાં શોખીનો માટે આજનો દિવસ ખુશીનો રહેવાનો છે. જી હા દિલ્હીમાં આજથી સસ્તી દારૂ મળશે. દિલ્હીમાં સરકાર દ્વારા દારૂ પર લગાવવામાં આવેલો 70 ટકા કોરોના ફી દૂર કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કેજરીવાલ સરકારે નિર્ણય લીધો હતો કે 10 જૂનથી દારૂ પર કોઈ કોરોના ફી લેવામાં આવશે નહીં, જો કે સરકાર દારૂ પર વેટ […]

India
2216edd308be270d19c8d49a02e87bfa દિલ્હી/ દારૂનાં શોખીનો માટે Good News, આજથી રાજધાનીમાં દારૂ પર...
2216edd308be270d19c8d49a02e87bfa દિલ્હી/ દારૂનાં શોખીનો માટે Good News, આજથી રાજધાનીમાં દારૂ પર...

દારૂનાં શોખીનો માટે આજનો દિવસ ખુશીનો રહેવાનો છે. જી હા દિલ્હીમાં આજથી સસ્તી દારૂ મળશે. દિલ્હીમાં સરકાર દ્વારા દારૂ પર લગાવવામાં આવેલો 70 ટકા કોરોના ફી દૂર કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કેજરીવાલ સરકારે નિર્ણય લીધો હતો કે 10 જૂનથી દારૂ પર કોઈ કોરોના ફી લેવામાં આવશે નહીં, જો કે સરકાર દારૂ પર વેટ વધારી રહી છે.

દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, હવે દારૂનાં ભાવમાં 20 ની જગ્યાએ 25% વેટ વસૂલવામાં આવશે. એટલે કે સરકારે દારૂનાં ભાવ પર 5 ટકાનો વેટ વધારો કર્યો છે. ત્રીજા લોકડાઉનની શરૂઆતમાં, એટલે કે 2 મે પછી, દિલ્હીમાં દારૂનું વેચાણ શરૂ થતાં જ લોકોએ દુકાનો પર ધમધમાટ મચાવ્યો હતો. પહેલા જ દિવસે દિલ્હીમાં ભીડને કારણે દુકાનો બંધ રાખવી પડી હતી. બીજા જ દિવસે, દિલ્હી સરકારે જાહેરાત કરી કે તેઓ દારૂનાં ભાવો ઉપર 70 ટકા કોરોના ફી લાદી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દારૂ પર વિશિષ્ટ 70 ટકા કોરોના સેસ હટાવવાની જાહેરાત કરી હતી. જણાવી દઇએ કે લોકડાઉન થવાના કારણે રાજ્યની તિજોરી પર વિપરિત અસર પડી હતી. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે સરકારી કર્મચારીને પગાર આપવાનું મુશ્કેલ બની ગયુ હતું. આ જોતાં દિલ્હી સરકારે કેન્દ્ર પાસેથી 5,000 કરોડની આર્થિક સહાય પણ માંગી હતી.

આપને જણાવી દઇએ કે, રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, સોમવારથી તમામ રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થાનો દિલ્હીની અંદર ખુલશે. પરંતુ આ દરમિયાન, સામાજિક અંતરને અનુસરવું પડશે. કેજરીવાલે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં હોટલો અને બેંન્કેટ હોલ બંધ રહેશે. તેને હજી ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.