Not Set/ જમ્મુ-કાશ્મીર/ શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં અથડામણમાં 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર કર્યું ફાયરિંગ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારને ઘેરી […]

Uncategorized
d25debe9ed01514a9b3382320f56fba1 જમ્મુ-કાશ્મીર/ શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં અથડામણમાં 3 આતંકી ઠાર
d25debe9ed01514a9b3382320f56fba1 જમ્મુ-કાશ્મીર/ શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં અથડામણમાં 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર કર્યું ફાયરિંગ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને દક્ષિણ કાશ્મીરના શોપિયાંના સુગુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે સચોટ બાતમી મળ્યા બાદ સવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગયું હતું.

આપને જણાવી દઈએ કે શોપિયાં જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજી અથડામણ થઇ છે. જ્યારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અગાઉ ગઈકાલે શોપિયાં જિલ્લાના પિંજોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.

તો ત્યાં જિલ્લાના રેબન વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના સ્વયં ઘોષિત કમાન્ડર સહિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….