Not Set/ દેશમાં કોરોનાનાં કેસ અને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થઇ રહ્યો છે સતત વધારો, જાણો આજે કેટલો થયો વધારો

  દેશમા એક તરફ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે બુધવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં દરમાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 40 પૈસા વધીને 73.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઇ છે, વળી ડીઝલ 45 પૈસા […]

Business
4c47ee42c156419ae75bd15ce65812b8 દેશમાં કોરોનાનાં કેસ અને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થઇ રહ્યો છે સતત વધારો, જાણો આજે કેટલો થયો વધારો
 

દેશમા એક તરફ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે બુધવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં દરમાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 40 પૈસા વધીને 73.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઇ છે, વળી ડીઝલ 45 પૈસા વધીને 71.61 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયુ છે.  

લોકડાઉન ખુલ્યા બાદ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ છે. 4 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત લિટર દીઠ આશરે 2.5 રૂપિયા વધી ગઈ છે. સરકારી તેલ કંપનીઓ, ભાવની સમીક્ષા કર્યા પછી, દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર સવારે 6 વાગ્યાથી પેટ્રોલનાં દર અને ડીઝલનાં દર જારી કરે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવ વિદેશી વિનિમય દરોની સાથે શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ બદલાય છે. આ ધોરણોનાં આધારે, તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ કરે છે. રિટેલ પેટ્રોલ અને ડીઝલ માટે તમે જે રકમ ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ અને ડીઝલ પર 47.3 ટકા ટેક્સ ચૂકવો છો. ડીલર જે પેટ્રોલ પમ્પ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને તેમના પોતાના માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને રિટેલ ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પણ પેટ્રોલ દર અને ડીઝલ દરમાં ઉમેરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.