Not Set/ સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો કોરોનાનાં છે લક્ષણ : આરોગ્ય મંત્રાલય

હવે ગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો એ પણ કોરોના વાયરસનાં લક્ષણોમાં શામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. આ પહેલા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) માં કોવિડને લગતી બાબતો પર આ મુદ્દો નેશનલ ટાસ્ક ફોર્સમાં લાવવામાં આવ્યો હતો. આ કરવા પાછળનું […]

India
b6d4154c64478aac62832e42a1e29a03 સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો કોરોનાનાં છે લક્ષણ : આરોગ્ય મંત્રાલય
b6d4154c64478aac62832e42a1e29a03 સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો કોરોનાનાં છે લક્ષણ : આરોગ્ય મંત્રાલય

હવે ગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો એ પણ કોરોના વાયરસનાં લક્ષણોમાં શામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. આ પહેલા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) માં કોવિડને લગતી બાબતો પર આ મુદ્દો નેશનલ ટાસ્ક ફોર્સમાં લાવવામાં આવ્યો હતો. આ કરવા પાછળનું કારણ છે કે, કોરોનાનાં કેસોમાં એવું જાણવા મળ્યું છે કે દર્દીઓની સૂંઘવાની અને સ્વાદની અનુભૂતિની ક્ષમતા ઓછી થઈ રહી છે.

તાજેતરમાં કોઇ શખ્સનો કોરાના ટેસ્ટ લેવાનાં સદર્ભમાં 13 ક્લીનિકલ લક્ષણ અને સંકેત છે જે ગત મબિને સંશોધિત કરવામાં આવેલ હતા. આ લક્ષણોમાં તાવ, ઉધરસ, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, શ્વાસની તકલીફ, નૈસિયા, હિમેટોમા, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, છાતીમાં દુખાવો, વહેતું નાક શામેલ છે. એક અથવા વધુ લક્ષણોવાળા કોઈપણ દર્દીને ટેસ્ટની મંજૂરી આપવામાં આવે છે. આ સૂચિમાં સ્વાદ અને ગંધનાં નુકાસાનને પણ ઉમેરવામાં આવ્યાં બાદથી હવે એક રોગીને ટેસ્ટ કરવા માટે એક કે તેનાથી વધારે 15 લક્ષણોની સૂચના દેવી પડશે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનાં સભ્યો ટેસ્ટનાં માપદંડ માટે વિશ્વભરનાં તાજેતરનાં દૈનિક ડેટાને જુએ છે.

એપ્રિલમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ યુરોપિયન યુનિયન (ઇયુ) નાં દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કોવિડ-19 નાં મુખ્ય લક્ષણોમાંની એક તરીકે ગંધ અને સ્વાદનો અભાવનો ઉમેરો કર્યો હતો. 18 મે નાં રોજ, યુનાઇટેડ કિંગડમે તેના કોવિડ-19 લક્ષણોની સૂચિમાં તેને (ગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો) શામેલ કર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.