Not Set/ નીતિન ગડકરી બોલ્યા- ભારત શાંતિ અને અહિંસામાં માને છે વિસ્તારવાદમાં નહી

કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતને પાકિસ્તાન કે ચીનની ધરતીમાં કોઈ રસ નથી પરંતુ તે શાંતિ અને મિત્રતા ઇચ્છે છે. મહારાષ્ટ્રનાં નાગપુરથી ગુજરાતમાં જન સંવાદ નામથી આયોજીત ડિજિટલ રેલીને સંબોધન કરતાં ગડકરીએ કહ્યું હતું કે ભારત શાંતિ અને અહિંસામાં માને છે અને વિસ્તારવાદી બનીને મજબુત બનવા માંગતો નથી. તેમણે કહ્યું, […]

India
2337434250a8e158f25dae7d4b0daa61 નીતિન ગડકરી બોલ્યા- ભારત શાંતિ અને અહિંસામાં માને છે વિસ્તારવાદમાં નહી
2337434250a8e158f25dae7d4b0daa61 નીતિન ગડકરી બોલ્યા- ભારત શાંતિ અને અહિંસામાં માને છે વિસ્તારવાદમાં નહી

કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતને પાકિસ્તાન કે ચીનની ધરતીમાં કોઈ રસ નથી પરંતુ તે શાંતિ અને મિત્રતા ઇચ્છે છે. મહારાષ્ટ્રનાં નાગપુરથી ગુજરાતમાં જન સંવાદ નામથી આયોજીત ડિજિટલ રેલીને સંબોધન કરતાં ગડકરીએ કહ્યું હતું કે ભારત શાંતિ અને અહિંસામાં માને છે અને વિસ્તારવાદી બનીને મજબુત બનવા માંગતો નથી. તેમણે કહ્યું, “ભારતે ભૂટાન અને બાંગ્લાદેશ જેવા પડોશીઓની જમીન કબજે કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી.”

તેમણે કહ્યું, ‘ભારતને પાકિસ્તાન કે ચીનની જમીન નથી જોઈતી. ભારત શાંતિ, મિત્રતા અને પ્રેમ ઇચ્છે છે અને પડોશીઓ સાથે મળીને કામ કરવા માંગે છે. ગડકરીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પૂર્વી લદ્દાખને અડીને આવેલા એલએસી પર ભારત અને ચીન વચ્ચે તણાવનું વાતાવરણ છે. મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ વર્ષ પૂરા થવા વિશે વાત કરતાં ગડકરીએ કહ્યું કે, આંતરિક અને બાહ્ય સુરક્ષાનાં મુદ્દાઓ સાથે કામ કરતી વખતે દેશમાં શાંતિ સ્થાપિત કરવાની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

 ગડકરીએ કહ્યું કે, ‘અમને પાકિસ્તાન કે ચીનની જમીન નથી જોઈતી. આપણે ફક્ત શાંતિ, મિત્રતા, પ્રેમ અને સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે કોવિડ-19 નું સંકટ લાંબું ચાલશે નહીં, કેમ કે ભારત અને વિશ્વનાં વૈજ્ઞાનિકો રસી બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી મને માહિતી મળી છે, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે રસી જલ્દી બની જશે. એકવાર રસી બની જાય, પછી આપણને આ સંકટનું ડર રહશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.