Not Set/ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, સામાન્ય માણસનાં ખિસ્સા પર પડશે વધુ ભાર

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આજથી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 0.48 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનાં ભાવમાં 0.59 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવો લાગુ થયા પછી, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 76.26 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલની કિંમત વધીને 74.62 પૈસા પ્રતિ લિટર થઈ […]

Business
2cf1f1d6c936eed6fc61950c5b82bf38 પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, સામાન્ય માણસનાં ખિસ્સા પર પડશે વધુ ભાર

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આજથી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 0.48 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનાં ભાવમાં 0.59 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવો લાગુ થયા પછી, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 76.26 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલની કિંમત વધીને 74.62 પૈસા પ્રતિ લિટર થઈ ગઈ છે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રવિવારે પેટ્રોલનાં ભાવમાં 62 પૈસા અને ડીઝલનાં ભાવમાં 64 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 75.78, 74.03 રૂપિયા પ્રતિ લિટર હતી. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય લોકો નારાજ છે, કેટલાક લોકોમાં રોષ છે.

આ પહેલા રવિવારે ક્રિકેટર હરભજનસિંહે પેટ્રોલ ડીઝલની કિંમતોની યાદી શેર કરતા લખ્યું હતું કે – પેટ્રોલ ડીઝલ અને કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હરભજનસિંહે તેની સાથે રડતુ ઇમોજી પણ મૂકી અને પોસ્ટ શેર કરી. વળી, એક સામાન્ય નાગરિક કહે છે કે લોકડાઉને પહેલાથી જ આર્થિક મુશ્કેલીઓ ઉભી કરી છે, આવી સ્થિતિમાં, પેટ્રોલ ડીઝલની વધતી કિંમતે ખિસ્સા પર ભાર મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.