Not Set/ Rajya Sabha Election/ રાજ્યસભાની ચૂંટણીમાં PPE કીટ પહેંરીને મતદાન કરવા પહોંચ્યા ધારાસભ્ય

દેશનાં 8 રાજ્યોની 19 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, તે દરમિયાન, શુક્રવારે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનાં ધારાસભ્યો કે જેઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ મત આપવા માટે પી.પી.ઇ કીટ પહેરીને પહોંચ્યા હતા. શુક્રવારે સવારથી […]

India
becdac600ea6d012bfdfe1eb0381fa75 Rajya Sabha Election/ રાજ્યસભાની ચૂંટણીમાં PPE કીટ પહેંરીને મતદાન કરવા પહોંચ્યા ધારાસભ્ય
becdac600ea6d012bfdfe1eb0381fa75 Rajya Sabha Election/ રાજ્યસભાની ચૂંટણીમાં PPE કીટ પહેંરીને મતદાન કરવા પહોંચ્યા ધારાસભ્ય

દેશનાં 8 રાજ્યોની 19 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, તે દરમિયાન, શુક્રવારે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનાં ધારાસભ્યો કે જેઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ મત આપવા માટે પી.પી.ઇ કીટ પહેરીને પહોંચ્યા હતા.

શુક્રવારે સવારથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે. પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ કોંગ્રેસનાં ધારાસભ્ય કૃણાલ ચૌધરી મત આપવા માટે પીપીઇ કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય થોડા દિવસ પહેલા કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, કોઈપણ વ્યક્તિ કે જે કોરોના ચેપગ્રસ્ત છે અથવા કોરોનાનાં લક્ષણો ધરાવે છે, તેણે સુરક્ષિત રહેવાનું છે અને પોતાને અલગ રાખવાના છે. પરંતુ મતદાનનાં કારણે ધારાસભ્ય તમામ સાવચેતી રાખીને અહીં પહોંચ્યા હતા.

જ્યારે ધારાસભ્ય પોતાનો મત આપ્યા બાદ પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. મતદાનનાં વિસ્તારો અને સમગ્ર મુખ્ય દ્વારને સેનેટાઇઝ કરવામાં આવી હતી જેથી બીજા કોઈને ચેપનો ખતરો ન રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.