Not Set/ સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટિંગનો દર એક જ રહેવો જોઇએ : સુપ્રીમ કોર્ટ

કોરોના દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતદેહોનેં અંતિમ સંસ્કાર નહીં થવાથી સંબંધિત મામલામાં સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે અનેક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. કોર્ટે કહ્યું કે, નિષ્ણાતોની ટીમે હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ અને તેમાં જે પણ સુધારણા જરૂરી છે, તેમના માટે પગલાં લેવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારોએ દર્દીઓની સારવાર અને મૃતદેહોનાં […]

India
dbec369a36db34a9834f256838f14b32 સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટિંગનો દર એક જ રહેવો જોઇએ : સુપ્રીમ કોર્ટ
dbec369a36db34a9834f256838f14b32 સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટિંગનો દર એક જ રહેવો જોઇએ : સુપ્રીમ કોર્ટ

કોરોના દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતદેહોનેં અંતિમ સંસ્કાર નહીં થવાથી સંબંધિત મામલામાં સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે અનેક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. કોર્ટે કહ્યું કે, નિષ્ણાતોની ટીમે હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ અને તેમાં જે પણ સુધારણા જરૂરી છે, તેમના માટે પગલાં લેવા જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારોએ દર્દીઓની સારવાર અને મૃતદેહોનાં ગરિમા પૂર્વક અંતિમ સંસ્કારને લઇને જે ખામીઓ છે તેને દૂર કરવી જોઇએ, ઉપરાંત, દેશભરમાં ટેસ્ટિંગનાં દર એક હોવાની પણ વાત કહી છે. સુપ્રીમ કોર્ટે કોરોના દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતદેહોને યોગ્ય રીતે રાખવામાં નહીં આવતા સ્વતઃસંજ્ઞાન લીધુ હતુ, ત્યારબાદ આ કેસની સુનાવણી ચાલી રહી છે.

જસ્ટિસ ભૂષણે સુનાવણી દરમિયાન કહ્યું, “કોરોના ટેસ્ટિંગ માટે યોગ્ય દર નક્કી થવો જોઈએ.” દેશભરમાં આ બાબતમાં એકરૂપતા હોવી જોઈએ. કોવિડ ટેસ્ટિંગની કિંમત દેશભરમાં એક હોવી જોઈએ. ક્યાંક તે 2200 રૂપિયા છે તો ક્યાંક 4500 રૂપિયા છે. આ બરાબર નથી. કોર્ટે કેન્દ્રને કોવિડ ટેસ્ટિંગની મહત્તમ કિંમત નક્કી કરવા જણાવ્યું હતું. જો રાજ્ય ઇચ્છે છે, તો તેના કરતા ઓછા ભાવ રાખે. તેમજ કોર્ટે કહ્યું હતું કે તમામ વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. જેથી પરિસ્થિતિની જાણ થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.