Not Set/ ચીન વિવાદ/ રાજનાથ સિંહે ત્રણેય સેનાનાં વડા સહિત CDS બિપિન રાઉત સાથે કરી મહત્વપૂર્ણ બેઠક

ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે લશ્કરી અથડામણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સરહદ પર તણાવ અંગે બેઠક યોજી હતી. એલએસી પર ભારત અને ચીન વચ્ચેનાં તણાવ અંગે આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાનાં ત્રણેય વિંગનાં વડા હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતે […]

India
32affdce84d0b1490ae07517280b182e ચીન વિવાદ/ રાજનાથ સિંહે ત્રણેય સેનાનાં વડા સહિત CDS બિપિન રાઉત સાથે કરી મહત્વપૂર્ણ બેઠક
32affdce84d0b1490ae07517280b182e ચીન વિવાદ/ રાજનાથ સિંહે ત્રણેય સેનાનાં વડા સહિત CDS બિપિન રાઉત સાથે કરી મહત્વપૂર્ણ બેઠક

ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે લશ્કરી અથડામણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સરહદ પર તણાવ અંગે બેઠક યોજી હતી. એલએસી પર ભારત અને ચીન વચ્ચેનાં તણાવ અંગે આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાનાં ત્રણેય વિંગનાં વડા હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતે એલએસી પર તણાવ વધાર્યો નથી, પરંતુ જો બીજી બાજુ તણાવ વધશે તો તેનો જવાબ તે જ ભાષામાં આપવામાં આવશે. બેઠકમાં સૈન્યની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વડા પ્રધાન મોદીએ પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે સેનાએ તેની જમીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઇ શકે છે અને જરૂર મુજબ કાર્યવાહી કરી શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે રશિયા જઈ રહ્યા છે. પોતાની યાત્રા પહેલા તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક આજે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. સંરક્ષણ પ્રધાન પહેલાથી જ ભારત-ચીન તણાવ અંગે બેઠકો કરી ચૂક્યા છે. બુધવારે પણ, સંરક્ષણ પ્રધાને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અને ત્રણ સેનાનાં વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં લદ્દાખ વિવાદનાં પગલે એલએસી પરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી સ્ટાફનાં ચીફ જનરલ એમ.એમ. નરવાણે, નેવી સ્ટાફનાં વડા એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક પછી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વીરોનાં બલિદાનને યાદ કરવા માટે ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે, ‘ગલવાનમાં સૈનિકોનું નુકસાન પીડાદાયક છે. અમારા સૈનિકોએ અનુકરણીય હિંમત અને બહાદુરી બતાવી અને ભારતીય સૈન્યની સર્વોચ્ચ પરંપરાઓને અનુસરીને પોતાનું જીવનું બલિદાન આપ્યું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.