Not Set/ Viral Video/ ગામનાં એક ઘરમાં ઘૂસેલો વાઘ અચાનક નિકળ્યો બહાર અને પછી…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એક વાઘ અચાનક જ ઘરમાં ઘૂસી ગયો હતો, તે જોઈને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગામમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી. આ વીડિયો સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં […]

Videos
ea2c36cee39c487963522ba172516145 1 Viral Video/ ગામનાં એક ઘરમાં ઘૂસેલો વાઘ અચાનક નિકળ્યો બહાર અને પછી...
ea2c36cee39c487963522ba172516145 1 Viral Video/ ગામનાં એક ઘરમાં ઘૂસેલો વાઘ અચાનક નિકળ્યો બહાર અને પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એક વાઘ અચાનક જ ઘરમાં ઘૂસી ગયો હતો, તે જોઈને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગામમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.

આ વીડિયો સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વાઘ એક ઘરની અંદરથી નિકળીને બીજા ઘરમાં ઘૂસી જાય છે. દૂરથી લોકો ભાગતા નજરે પડે છે. આ 4 સેકન્ડનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સે આ વીડિયોને જૂનો ગણાવ્યો છે.

વીડિયો શેર કરતા સુશાંત નંદાએ લખ્યું કે, ‘આપણે બધાએ સિંહનાં કારણે લોકોને પરેશાન થતા જોયા છે. આ વખતે વાઘ લોકોને ત્રાસ આપી ગામમાં પ્રવેશ્યો છે. વળી, તેમણે માહિતી આપી કે આ વીડિયો ભારતનો જ કોઇ જગ્યાનો છે. સુશાંતે આ વીડિયો 22 જૂનની સવારે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. જેને અત્યાર સુધીમાં એક હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. ઉપરાંત આ વીડિયોમાં 80 લાઈક્સ અને 20 રી-ટ્વીટ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.