Not Set/ અમદાવાદ/  SCએ ઓડિશમાં રથયાત્રાને મંજૂરી આપી તો અમદાવાદની રથયાત્રાને મળશે મંજૂરી…?

કોરોનના કહેર વચ્ચે જગતના નાથ એવા ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નીકળશે કે નહીં તેને લઇ ભારે અસમંજસ ચાલી રહી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પુરીની જગપ્રસિધ્ધ રથયાત્રાનાહી કાઢવા આદેશ આપ્યો હતો. જ્યારે આજે સ્કે કેટલીક શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. જેને લઈને ગુજરાત માં અમદાવાદ ખાતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા વિષે ઘણી  અસમંજસ […]

Ahmedabad Gujarat
a7d0f1d90d0dacdedc6d977caad874d6 અમદાવાદ/  SCએ ઓડિશમાં રથયાત્રાને મંજૂરી આપી તો અમદાવાદની રથયાત્રાને મળશે મંજૂરી...?
a7d0f1d90d0dacdedc6d977caad874d6 અમદાવાદ/  SCએ ઓડિશમાં રથયાત્રાને મંજૂરી આપી તો અમદાવાદની રથયાત્રાને મળશે મંજૂરી...?

કોરોનના કહેર વચ્ચે જગતના નાથ એવા ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નીકળશે કે નહીં તેને લઇ ભારે અસમંજસ ચાલી રહી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પુરીની જગપ્રસિધ્ધ રથયાત્રાનાહી કાઢવા આદેશ આપ્યો હતો. જ્યારે આજે સ્કે કેટલીક શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે.

જેને લઈને ગુજરાત માં અમદાવાદ ખાતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા વિષે ઘણી  અસમંજસ છે. આમદવાદની રથયાત્રા ઉપર પણ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. ત્યારે ભક્તો કોર્ટના ચુકાદા સામે લડી લેવામાં મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ રથયાત્રા યોજવા પર ભાર મૂક્યો હતો.

હવે જ્યારે પુરીની રથયાત્રાને શરતી મંજૂરી મળી છે તો રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રા શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે.

આ મુદ્દે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, પુરીની રથયાત્રા માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. એ રીતે આપણે પણ અમદાવાદની રથયાત્રા માટે કોર્ટમાં જે મેટર ચાલુ છે તેનો જે ચુકાદો આવે તે માન્ય રાખવું પડશે. કોર્ટના ચુકાદા પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. ત્યારે તેમણે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારી કહ્યું કે, આપણા પુરા પ્રયાસ રહેશે કે, જેમ પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે એમ આપણી પણ અહીં યાત્રા નીકળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.