Not Set/ સુરક્ષા દળો પર ફરીથી IED હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે આતંકવાદીઓ : દિલબાગ સિંઘ

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે પાકિસ્તાન નૈશેરા, રાજૌરી-પૂંચ અને કુપવારા-કેરાન સેકટરો દ્વારા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમારી સરહદ અને અંતરિયાળ ગ્રિડ્સ સજાગ છે અને સંકલનમાં કાર્યરત છે. તેમણે કહ્યું કે અમારી પાસે અહેવાલો છે કે આતંકીઓ (JeM) ફરીથી સુરક્ષા દળો સામે IED આધારિત હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. અમે સંપૂર્ણ સજાગ […]

Uncategorized
de229863955e0f8c4549ca166d24df99 1 સુરક્ષા દળો પર ફરીથી IED હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે આતંકવાદીઓ : દિલબાગ સિંઘ

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે પાકિસ્તાન નૈશેરા, રાજૌરી-પૂંચ અને કુપવારા-કેરાન સેકટરો દ્વારા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમારી સરહદ અને અંતરિયાળ ગ્રિડ્સ સજાગ છે અને સંકલનમાં કાર્યરત છે. તેમણે કહ્યું કે અમારી પાસે અહેવાલો છે કે આતંકીઓ (JeM) ફરીથી સુરક્ષા દળો સામે IED આધારિત હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. અમે સંપૂર્ણ સજાગ છીએ અને ગમે તેવા હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સવારે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જો કે, આ એન્કાઉન્ટરમાં CRPFનાં એક જવાન પણ શહીદ થયા છે. મંગળવારે વહેલી સવારે પુલવામા જિલ્લાના બંડજુ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને ગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફાયરિંગ પણ શરૂ થઈ હતી. એન્કાઉન્ટરમાં સીઆરપીએફ જવાનને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું

માનવામાં આવે છે કે આ વિસ્તારમાં વધુ બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47  મળી આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેરના જુનિમર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે સુરક્ષા દળોએ રવિવારે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews