મુંબઇ,
તાજેતરમાં ઈટાલીથી લગ્ન કરીને પરત ફરેલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બેંગલુરુમાં આજે (21 નવેમ્બરે) ગ્રાન્ડ રિસેપ્શન કરવા જઈ રહ્યા છે. રણવીર,દીપિકા બેંગલુરુ પહોંચી ગયા છે અને રિસેપ્શનની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બેંગલુરુ પહોંચી મીડિયા સાથે અભિવાદન કરતા દીપિકા અને રણવીરના ફોટો સોશિઅલ મીડિયામાં વાઇરલ થઇ ચુક્યા છે.
રિસેપ્શનનું ફંકશન બેંગલુરુમાં લીલા પેલેસ હોટેલમાં હશે, એવું કહેવામાં આવે છે કે આ જગ્યા દીપિકાની પસંદગી છે. જો ભોજનના મેન્યુની વાત કરીએ તો મોટાભાગની ડીશ સાઉથ ઇન્ડિયન હશે, કારણ કે દીપિકાની માતાએ ઉજ્જલા પાદુકોણે સાઉથ ઇન્ડિયન ડીશનો આગ્રહ રાખ્યો હતો.
બીજી માહિતી એવી જાહેર કરવામાં આવી છે કે દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણેના ઘણા મિત્રો રિસેપ્શનમાં ભાગ લેશે. દીપિકાના પરિવારના સભ્યો અને સંબંધીઓ મોટી સંખ્યામાં રિસેપ્શનમાં સામેલ થશે. દીપિકા અને રણવીર બંને સબ્યસાચીના આઉટફીટ પહેરશે.