Not Set/ રાહુલ ગાંધી ઇન એકશન – PM મોદીની કોરોના-ચીન મામલે નિષ્ક્રિયતા બાબતે રાજ્ય પ્રમુખો સાથે બેઠક

કહી શકાય કે લાંબા વિરામ બાદ કોંગ્રેસ ફરી એકશનમાં જોવામાં આવી રહી છે અને ભારત સરકાર અને ખાસ કરીને PM મોદી પર એક બાદ એક આકરા પ્રહારો કરતી દેખાઇ રહી છે. જી હા, હાલમાં જ કોંગ્રેસની CWC બેઠકમાં કોરોના અને ચીન મામલા સહિતનાં 3 ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ અને […]

India
f5008686139a6961806a0d6b2e65b439 રાહુલ ગાંધી ઇન એકશન - PM મોદીની કોરોના-ચીન મામલે નિષ્ક્રિયતા બાબતે રાજ્ય પ્રમુખો સાથે બેઠક
f5008686139a6961806a0d6b2e65b439 રાહુલ ગાંધી ઇન એકશન - PM મોદીની કોરોના-ચીન મામલે નિષ્ક્રિયતા બાબતે રાજ્ય પ્રમુખો સાથે બેઠક

કહી શકાય કે લાંબા વિરામ બાદ કોંગ્રેસ ફરી એકશનમાં જોવામાં આવી રહી છે અને ભારત સરકાર અને ખાસ કરીને PM મોદી પર એક બાદ એક આકરા પ્રહારો કરતી દેખાઇ રહી છે. જી હા, હાલમાં જ કોંગ્રેસની CWC બેઠકમાં કોરોના અને ચીન મામલા સહિતનાં 3 ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એકશનમાં જોવામાં આવી રહ્યા છે.
જી હા, રાહુલ ગાંઘી બેક ઇન એકશન. રાહુલે PM મોદીની દેશમાં વધતા જતા કોરોનાનાં કેસ અને કોરોનાની સ્થિતિ, તેમજ હાલ ચાલી રહેલા ચીન સાથેનાં સરહદી વિવાદમાં નિષક્રિયતાને લઇને અનેક સવાલો ઉભા કર્યા છે અને વારંવાર રાહુલ ગાંઘી આ મામલે PM મોદી પર નિશાન તાકી રહ્યા છે, ત્યારે આજે ફરી રાહુલ દ્વારા PM મોદી નિષક્રિયતાને લઇને દેશનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી.
લોકશાહીમાં મજબૂત વિપક્ષની વિભાવનાં કદાચ આવા જ કારણે આપવામાં આવી છે અને મજબૂત વિપક્ષ દ્વારા જ તમામ મોરચે સક્ષમ સરકારનાં કાન મરોડી શકાય છે, ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની હાલનાં વિવિધ મામલે સક્રિયતા અને PM મોદીની રાહુલ ગાંધીનાં કહેવા પ્રમાણે નિષક્રિયતાને કોંગ્રેસ આગામી સમયમાં ટાર્ગેટ બનાવી દેશની પ્રજા વચ્ચે જવાની તૈયારીમાં જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews