Not Set/ અન્ડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણનો ભાઈ યુસુફ મેમણનું મોત, મુંબઈ બ્લાસ્ટમાં હતો સામેલ

શુક્રવારે સવારે 10.30 વાગ્યે યુસુફ મેમણની અચાનક તબિયત લથડી હતી. જેલ પ્રશાસને કંઇપણ કર્યું ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું ડોકટરો માને છે. ઘટના બાદ પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતની ગાંઠ ઉકેલી શકાશે. 1993 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના […]

Uncategorized
0fecfe3870e98198bb016e6dec72501a 1 અન્ડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણનો ભાઈ યુસુફ મેમણનું મોત, મુંબઈ બ્લાસ્ટમાં હતો સામેલ

શુક્રવારે સવારે 10.30 વાગ્યે યુસુફ મેમણની અચાનક તબિયત લથડી હતી. જેલ પ્રશાસને કંઇપણ કર્યું ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું ડોકટરો માને છે. ઘટના બાદ પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતની ગાંઠ ઉકેલી શકાશે.

1993 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના દોષિ યુસુફ મેમણનું નાસિક જેલમાં મોત થયું છે. મુંબઈ હુમલામાં યુસુફ મુખ્ય આરોપી હતો. વર્ષ 2007માં ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. 2018માં તેને નાસિકની જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે હાલ તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા

12 માર્ચ 1993માં મુંબઈમાં અલગ અલગ 12 જગ્યાઓ પર બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકોના મોત થયા હતા. અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ મામલે 2015માં યાકૂબ મેમણને ફાંસી આપવામાં આવી હતી. અભિનેતા સંજય દત્ત બ્લાસ્ટ કાંડમાં જેલની સજા કાપી ચૂક્યો છે.સમગ્ર મામલાનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ દેશની બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.