આમદાવાદવાસીઓ માટે કોરોના મામલે આનંદ અને રાહતનાં સમાચાર સામ આવી રહ્યા છે. જી હા, અમદાવાદમાં કોરોનાનાં કેસ અધધધ છે અને અમદાવાદ સિવાયનાં રાજ્યભરમાં થયેલા મોતનાં આંકડો કુલ આંકડાની આસપાસનો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અને મોતની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં પાછલા 58 દિવસ પછી મૃત્યુ આંક સિંગલ ડિજીટ થયો. ગઇકાલ એટલે કે, શુક્રવારે અમદાવાદમાં કોરોના કારણે માત્ર 8 લોકોનાં મોત થયાનું નોંધવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, છેક 58 દિવસ પહેલા 30 એપ્રિલથી અમદાવાદમાં મૃત્યુ દર ડબલ ડિજિટમાં જ નોંધવામાં આવી રહ્યો હતો. સાથે સાથે અમદાવાદમાં કોરોના રિકવરી રેટ પણ વધ્યો હોવાનાં કારણે દર્દીઓની સાજા થવાની સંખ્યા પણ વધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
