Not Set/ ચીન સાથે વિવાદને લઇને શરદ પવારે કોંગ્રેસને યાદ અપાવ્યું 1962, જાણો શું કહ્યું

ચીન સાથેનાં સંઘર્ષ અંગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનાં આક્ષેપો વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નાં વડા શરદ પવારે શનિવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોનું રાજકીયકરણ થવું જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભૂલી શકે નહીં કે 1962 નાં યુદ્ધ પછી ચીને 45,000 ચોરસ કિલોમીટર જમીન પર કબ્જો કર્યો હતો. પવારની […]

India
0b585bc972ecad85075728b830244260 1 ચીન સાથે વિવાદને લઇને શરદ પવારે કોંગ્રેસને યાદ અપાવ્યું 1962, જાણો શું કહ્યું

ચીન સાથેનાં સંઘર્ષ અંગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનાં આક્ષેપો વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નાં વડા શરદ પવારે શનિવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોનું રાજકીયકરણ થવું જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભૂલી શકે નહીં કે 1962 નાં યુદ્ધ પછી ચીને 45,000 ચોરસ કિલોમીટર જમીન પર કબ્જો કર્યો હતો.

પવારની આ ટિપ્પણી કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં તે આક્ષેપો પર હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનાં આક્રમકતાનાં લીધે ભારતીય ક્ષેત્રનો હવાલો આપી દીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે લદ્દાખમાં ગલવાન ખીણની ઘટનાને રક્ષા પ્રધાનની નિષ્ફળતાનું વર્ણન કરવામાં ઉતાવળ કરી શકાય નહી કારણ કે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકો સજાગ હતા.

પત્રકારો સાથે વાત કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ સમગ્ર પ્રકરણ સંવેદનશીલ છે. ચીને ગલવાન ખીણમાં ઉશ્કેરણીજનક વલણ અપનાવ્યું. નોંધપાત્ર વાત એ છે કે, પૂર્વ લદ્દાખમાં 15 જૂને ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં 20 લશ્કરી જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પૂર્વ સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ભારત તેના ક્ષેત્રની અંદર ગલવાન ખીણમાં સંદેશાવ્યવહાર હેતુ માટે એક માર્ગ બનાવતો હતો.

પવારે કહ્યું, “તેઓ (ચાઇનીઝ સૈનિકો) એ અમારા માર્ગ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો અને ધક્કામુક્કી કરી.” આ કોઈની નિષ્ફળતા નથી. જો કોઈ પેટ્રોલિંગ દરમિયાન (તમારા વિસ્તારમાં) આવે છે, તો તે કોઈપણ સમયે આવી શકે છે. આપણે એમ કહી શકીએ નહી કે દિલ્હીમાં બેઠેલા સંરક્ષણ પ્રધાનની આ નિષ્ફળતા છે.” તેમણે કહ્યું,” પેટ્રોલિંગ ચાલુ હતી. ત્યાં એક અથડામણ થઈ જેનો અર્થ છે કે તમે સજાગ છો. જો તમે ત્યાં ન હોવ તો, તમે પણ જાણતા નથી કે તેઓ (ચિની સૈનિકો) ક્યારે આવ્યા અને ગયા. તેથી આ સમયે આવા આક્ષેપો કરવા મને યોગ્ય નથી લાગતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.