જમ્મુ-કાશ્મીરના ત્રાલ પછી, સુરક્ષા દળો દ્વારા ડોડા જિલ્લાને આતંકીઓથી મુક્ત કરવામાં આવ્યો છે. સોમવારે વહેલી સવારે અનંતનાગ જિલ્લાના ખુલચોહરમાં સુરક્ષા દળોએ કમાન્ડર સહિત ત્રણ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એક રાઇફલ અને બે પિસ્તોલ મળી આવી છે.
જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું હતું કે હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ) ના કમાન્ડર મસૂદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, ત્યારથી ડોડા સંપૂર્ણપણે ‘આતંકવાદ મુક્ત’ જિલ્લો બની ગયો છે.
#UPDATE Three unidentified terrorists killed in the encounter at Khulchohar area of Anantnag. Their identities are being ascertained. Search operation is underway. More details awaited: Kashmir Zone Police. #JammuAndKashmir
— ANI (@ANI) June 29, 2020