Not Set/ મુંબઇની ધોરીનશ – મુંબઇ લોકોલ પૂર્વવત થવાની તૈયારીમાં, આજથી 350 ટ્રેન ઓન ટ્રેક

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન – 6.0 અને અનલોક – 2.0 આજથી લાગુ કરી દેવામાં આવ્યું છે. અનલોક – 2.0 મહાનગર મુંબઇ માટે સારા સમાચાર લાવ્યું છે. જે શહેર વિશે કહેવામાં આવે છે કે તે કદી ઉંધતુ નથી તે માયા નગરી મુંબઇ માટે તેની લોકલ ટ્રેનો ધોરી નશો સમાન છે અને મુંબઇને હમેંશા ધબકતું રાખે છે તે […]

Uncategorized
e8e62657bd06706ac503ff3231ea9aad 1 મુંબઇની ધોરીનશ - મુંબઇ લોકોલ પૂર્વવત થવાની તૈયારીમાં, આજથી 350 ટ્રેન ઓન ટ્રેક

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન – 6.0 અને અનલોક – 2.0 આજથી લાગુ કરી દેવામાં આવ્યું છે. અનલોક – 2.0 મહાનગર મુંબઇ માટે સારા સમાચાર લાવ્યું છે. જે શહેર વિશે કહેવામાં આવે છે કે તે કદી ઉંધતુ નથી તે માયા નગરી મુંબઇ માટે તેની લોકલ ટ્રેનો ધોરી નશો સમાન છે અને મુંબઇને હમેંશા ધબકતું રાખે છે તે વાત વિદિત છે.

કોરોનાનાં કાળમુખા ખપ્પરને કારણે મુંબઇનાં ધબકારા બંધ થઇ ગયા હોય તેવુ ત્યારે પ્રતિત થયુ જ્યારે મુંબઇ લોકલોનાં પૈડાં થંભી ગયા હતા. પરંતુ હવે મુંબઇગરાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે અને મુંબઇની લોકલ ટ્રેનો ફરી એકવાર ટ્રેક પર આવે તેવી વિગતો સામે આવી રહી છે.

જી હા, બુધવારથી એટલે કે 1 જૂલાઇથી મુંબઈની જીવાદોરી લંબાશે અને મુંબઇમાં વધુ 350 લોકલ ટ્રેન ઓન ટ્રેક થતા આજથી દોડશે. જો કે, હજુ પણ કોરોનાનો કહેર જ્યારે યથાવત જોવામાં આવી રહ્યો છે ત્યારે સિમિત લોકો(મુસાફરો) સાથે જ લોકલ દોડતી થશે, અને તામા પણ આમ નાગરિકો માટે તો નહીં જ દોડે, ફક્ત આવશ્યક સેવાકર્મીને જ ટીકિટ અને પ્રવેશ મળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews