Not Set/ ડોક્ટર્સ ડે પર પશ્ચિમ બંગાળનાં ડોક્ટર મુખ્યમંત્રી મમતા બેનર્જીથી થયા નારાજ, જાણો શું છે કારણ

પશ્ચિમ બંગાળ સરકારમાં આજે 1 જુલાઇએ ડોક્ટર ડે પર રજા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બે દિવસ પહેલા કોરોનાનાં મુશ્કેલ સમયમાં કાર્યરત તબીબોનું સન્માન કરવા 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે રાજ્યમાં સરકારી રજા જાહેર કરી હતી. જોકે, સરકારનાં નિર્ણયથી પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ ફોરમ બહુ ખુશ નથી. ફોરમે કહ્યું છે કે, સમ્માન કરતાં […]

India
ff10d722969bee75907f0c439bc07b20 ડોક્ટર્સ ડે પર પશ્ચિમ બંગાળનાં ડોક્ટર મુખ્યમંત્રી મમતા બેનર્જીથી થયા નારાજ, જાણો શું છે કારણ
ff10d722969bee75907f0c439bc07b20 ડોક્ટર્સ ડે પર પશ્ચિમ બંગાળનાં ડોક્ટર મુખ્યમંત્રી મમતા બેનર્જીથી થયા નારાજ, જાણો શું છે કારણ

પશ્ચિમ બંગાળ સરકારમાં આજે 1 જુલાઇએ ડોક્ટર ડે પર રજા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બે દિવસ પહેલા કોરોનાનાં મુશ્કેલ સમયમાં કાર્યરત તબીબોનું સન્માન કરવા 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે રાજ્યમાં સરકારી રજા જાહેર કરી હતી. જોકે, સરકારનાં નિર્ણયથી પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ ફોરમ બહુ ખુશ નથી. ફોરમે કહ્યું છે કે, સમ્માન કરતાં વધુ મહત્વ એ ડોકટરોની સલામતી છે અને સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

પશ્ચિમ બંગાળનાં ડોક્ટર્સ ફોરમનાં સેક્રેટરી ડો.કૌશિક ચૌકીએ જણાવ્યું હતું કે, સરકારે ડોક્ટરોનાં સમ્માન માટે રાજ્યમાં 1 જુલાઈનાં રોજ રજા જાહેર કરી છે. જો રાજ્ય સરકાર તબીબોને ખરેખર સમ્માન આપવા માંગે છે, તો તેઓએ દરેક આરોગ્ય કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. રાજ્ય સરકારે મેડિકલ કોલેજોમાં ચાલુ શિક્ષણ અને તાલીમ સુનિશ્ચિત કરે, જ્યાં કોરોના વાયરસ સંક્રમિત અને નોન-કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર થઇ રહી છે. ચાકીએ કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે સીએમ મમતા બેનર્જી ડોકટરોનાં સંગઠનને મળે અને તમામ પ્રકારનાં સામાજિક બહિષ્કાર બંધ થાય તે સુનિશ્ચિત કરે. ઉપરાંત, ડોકટરોની સલામતી અને આજીવિકાની ખાતરી કરવી જોઈએ.

દર વર્ષે રાષ્ટ્રીય ડોકટર્સ દિવસ 1 જુલાઈએ ભારતમાં ઉજવવામાં આવે છે. 1 જુલાઇ એ ડોક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. ભારતનાં રત્ન વિધાનચંદ્રનો ચિકિત્સા ક્ષેત્રે મહત્વનો ફાળો છે. ભારત સરકારે 1991 માં તેમના જન્મદિવસ પર રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી, દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. બિધાનચંદ્ર રાય, મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળનાં બીજા મુખ્યમંત્રીનો જન્મ 1 જુલાઈ 1882 નાં રોજ થયો હતો. વર્ષ 1961 માં તેમને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. 1 જુલાઈ 1962 માં 80 વર્ષની વયે તેમનું અવસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.