Not Set/ પતંજલિની દવા કોરોનિલને આયુષ મંત્રાલયની લીલી ઝંડી, કોરોનાનાં ઉપાય તરીકે નહી વેચાય

યોગ ગુરુ બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદની કોરોનિલ કીટ પર કોઈ પ્રતિબંધ નથી અને હવે તે દેશભરમાં ઉપલબ્ધ થશે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું, ‘આયુષ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, પતંજલિએ કોવિડ-19 નાં સંચાલન માટે યોગ્ય કામ કર્યું છે. પતંજલિએ યોગ્ય દિશામાં કામ શરૂ કર્યું છે. રામદેવે વધુમાં કહ્યું કે, અમે […]

India
8ea7242bc2518c7f0ccfad9d2455488a 1 પતંજલિની દવા કોરોનિલને આયુષ મંત્રાલયની લીલી ઝંડી, કોરોનાનાં ઉપાય તરીકે નહી વેચાય

યોગ ગુરુ બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદની કોરોનિલ કીટ પર કોઈ પ્રતિબંધ નથી અને હવે તે દેશભરમાં ઉપલબ્ધ થશે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું, ‘આયુષ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, પતંજલિએ કોવિડ-19 નાં સંચાલન માટે યોગ્ય કામ કર્યું છે. પતંજલિએ યોગ્ય દિશામાં કામ શરૂ કર્યું છે.

રામદેવે વધુમાં કહ્યું કે, અમે આ દવાઓ માટે રાજ્ય તરફથી એક લાઇસન્સ મેળવ્યું છે, જે આયુષ મંત્રાલય સાથે જોડાયેલ છે. ટ્રીટમેન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ દવાઓમાં કોઈ ધાતુની સામગ્રી નથી. બાબા રામદેવે કહ્યું, ‘અમારે આયુષ મંત્રાલય સાથે કોઈ મતભેદ નથી. હવે કોરોનિલ, શ્વાસારી, ગિલોય, તુલસી, અશ્વગંધા પર કોઈ પ્રતિબંધ નથી. આજથી, આ દવાઓ (શ્વાસિર કોરોનિલ કિટ) કોઈ કાનૂની પ્રતિબંધ વિના દેશમાં ઉપલબ્ધ થશે. તેના પર કોઈ પ્રતિબંધ નથી.

યોગ ગુરુએ કહ્યું કે, હું આયુષ મંત્રાલય અને નરેન્દ્ર મોદી સરકારનો આભાર માનું છું. ગયા અઠવાડિયે, પતંજલિ આયુર્વેદએ કોરોનિલ અને શ્વાસારિ ને લોન્ચ કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેની ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના દર્દીઓ ઠીક થયા છે. ત્યારબાદ, આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે કોરોના સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ અંગેનાં મીડિયા અહેવાલોની નોંધ લીધી છે અને કંપનીને જાહેરમાં દાવા કરતી જાહેરાતો બંધ કરવાનું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.