Political/ દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એ અન્ય પાંચ રાજ્યોમાં યોજનારી ચૂંટણીમાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હાલની સરકાર ભારતની

Top Stories India
RAHULGANDHI દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એ અન્ય પાંચ રાજ્યોમાં યોજનારી ચૂંટણીમાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હાલની સરકાર ભારતની લોકશાહી પદ્ધતિને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે ભારતની દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. આરએસએસ  દરેક જગ્યાએ પ્રવેશ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ફક્ત દાયકાઓથી લોકશાહી માટે લડતી આવી છે, ત્યારે અમારી પાર્ટીમાં લોકશાહી વિશે ચર્ચા થાય છે. અન્ય કોઈ પાર્ટીમાં ભલે તે ભાજપ, બસપા અને સપા હોય, પક્ષની અંદર લોકશાહીની કોઈ વાતો નથી.

Corona effect / રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

ઇમર્જન્સી પર બોલતા તેમણે કહ્યું હતું કે તે દાદીની ભૂલ હતી પરંતુ પાર્ટીએ તેનો લાભ લીધો નથી. કૌશિક બાસુ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે, કોર્ટ હોય, ચૂંટણી પંચ હોય કે કોઈ સ્વતંત્ર સંગઠન, એક જ વિચારધારાના લોકોનો કબજો છે. તેમણે કહ્યું કે મીડિયાથી લઇને કૉર્ટને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મણિપુરમાં રાજ્યપાલ ભાજપને મદદ કરી રહ્યા છે, પોંડિચેરીમાં ઉપરાજ્યપાલે ઘણા બિલો પસાર થવા દીધા ન હતા, કારણ કે તે આરએસએસ સાથે સંકળાયેલા હતા.

Corona effect / હરિયાણાના કરનાલ જિલ્લાના છાત્રાલયમાં કોરોના વિસ્ફોટ‌ : એકસાથે 54 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ

કોર્નેલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કટોકટી અને હવે જે થઈ રહ્યું છે તે વચ્ચે ઘણો તફાવત છે. કોંગ્રેસ પાર્ટીએ સંસ્થાઓનો લાભ લેવાનો પ્રયાસ કર્યો ન હતો. અમારું સ્ટ્રક્ચર આવું કરવાની પરવાનગી આપતું નથી. કૌશિક બાસુએ તેમની પાસે વ્યક્તિગત પ્રશ્નો પૂછવાની મંજૂરી માંગી હતી અને કહ્યું હતું કે અહીં ખાનગી પ્રશ્નો પૂછવા ન જોઈએ, પરંતુ હું તમારા પિતા (રાજીવ ગાંધી)ની હત્યા વિશે જાણવા માંગુ છું.તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા પિતાની હત્યા પીડાદાયક તો હતી જ, પરંતુ મારા પિતા ઘણા દળો સાથે લડતા હતા, તેથી હું કહી શકું કે મેં તેમને મૃત્યુ તરફ જતા જોયા. તેમણે કહ્યું કે, હું કૉંગ્રેસની પાર્ટીમાં આંતરિક લોકશાહી વધારવાની વાત અનેક વર્ષોથી કરી રહ્યો છું. આ કારણે મારી જ પાર્ટીના લોકોએ મારી ટીકા કરી હતી. મે મારી પાર્ટીના લોકોને કહ્યું કે, પાર્ટીમાં આંતરિક લોકશાહી લાવવી નિશ્ચિત રીતે ઘણી જરૂરી છે. આધુનિક લોકતાંત્રિક વ્યવસ્થાઓ એ કારણે પ્રભાવશાળી છે, કેમકે તેમની પાસે સ્વતંત્ર સંસ્થાઓ છે, પરંતુ ભારતમાં એ સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

Corona Virus / અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…