Not Set/ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને રવિશંકર પ્રસાદ બોલ્યા- ભારતે ચીન પર કરી ડિજિટલ સ્ટ્રાઇક

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનાં પગલાને ચીન પર ડિજિટલ સ્ટાઇક ગણાવ્યું છે. તેમણે ગુરુવારે પશ્ચિમ બંગાળની એક રેલીમાં કહ્યું હતું કે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા મુજબ પ્રસાદે કહ્યું, ‘અમે દેશની જનતાની ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ […]

India
d0030d1a5411e26abd586910a1b15b6b 1 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને રવિશંકર પ્રસાદ બોલ્યા- ભારતે ચીન પર કરી ડિજિટલ સ્ટ્રાઇક

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનાં પગલાને ચીન પર ડિજિટલ સ્ટાઇક ગણાવ્યું છે. તેમણે ગુરુવારે પશ્ચિમ બંગાળની એક રેલીમાં કહ્યું હતું કે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે.

ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા મુજબ પ્રસાદે કહ્યું, ‘અમે દેશની જનતાની ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તે ડિજિટલ સ્ટ્રાઇક હતી. કેન્દ્રનાં માહિતી અને પ્રસારણ મંત્રી, રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારત શાંતિનો હિમાયતી છે, પરંતુ જો કોઈ આપણી તરફ ખરાબ નજર કરે  છે તો અમે તેને યોગ્ય જવાબ આપીશું.