Not Set/ MP માં શિવરાજસિંહ ચૌહાણ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ, 28 MLA એ લીધા શપથ

ગુરુવારે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યકારી રાજ્યપાલ આનંદીબેન પટેલે 28 ધારાસભ્યોને મંત્રી તરીકે પદ અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમાં 20 કેબિનેટ સ્તર અને 8 રાજ્યનાં મંત્રી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રૂપને મંત્રીમંડળમાં વિશેષ પસંદગી મળી છે, આ શિબિરનાં 10 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથની કોંગ્રેસ સરકાર દરમિયાન વિપક્ષી […]

India
eb47a4aa7c742df8efa7af7350e8f5eb 1 MP માં શિવરાજસિંહ ચૌહાણ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ, 28 MLA એ લીધા શપથ

ગુરુવારે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યકારી રાજ્યપાલ આનંદીબેન પટેલે 28 ધારાસભ્યોને મંત્રી તરીકે પદ અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમાં 20 કેબિનેટ સ્તર અને 8 રાજ્યનાં મંત્રી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રૂપને મંત્રીમંડળમાં વિશેષ પસંદગી મળી છે, આ શિબિરનાં 10 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથની કોંગ્રેસ સરકાર દરમિયાન વિપક્ષી નેતા ગણાતા ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, જગદીશ દેવડા, યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ અને વિશ્વાસ સારંગ શપથ લેનારા પ્રમુખ મંત્રીઓમાં સામેલ છે.

સિંધિયા શિબિરમાંથી જેમણે મંત્રી પદનાં શપથ લીધા હતા તેમાં ઇમરતી દેવી, પ્રમુરામ ચૌધરી, મહેન્દ્રસિંહ સિસોદિયા શામેલ છે. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનની તબિયત ખરાબ હોવાને કારણે યુપીનાં રાજ્યપાલ આનંદી બેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ પદનો વધારાનો હવાલો સોંપાયો હતો. તેમણે નવા મંત્રીઓને શપથ અપાવી. આજનાં મંત્રીમંડળનાં વિસ્તરણની સાથે શિવરાજસિંહ કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે. શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા ત્યારે પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા.

ગુરુવારે જે નેતાઓએ મંત્રી પદની શપથ લીધી, તેમા ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, જગદીશ દેવડા, મલ્હારગઢ, બિસાહૂ લાલ સિંહ, શ્રીમતી યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્રસિંહ, એંદલસિંહ કંસાના, વિજેન્દ્ર પ્રતાપસિંહ, વિશ્વાસ સારંગ, ઇમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, મહેન્દ્રસિંહ સિસોદિયા, પ્રેમસિંહ પટેલ, ઓ.પી. સકલેચા, ઉષા ઠાકુર, અરવિંદ ભદૌરિયા, મોહન યાદવ, હરદીપસિંહ ડંગ, રાજ્યવર્ધનસિંહ દત્તીગાંવ સામેલ છે. આ બધાએ કેબિનેટ મંત્રીઓનાં શપથ લીધા છે. ઉપરાંત ભરતસિંહ કુશવાહા, ઈન્દરસિંહ પરમાર, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવેરા, બ્રિજેન્દ્રસિંહ યાદવ, ગિર્રાજ દંડોતિયા, સુરેશ ધાકડ અને ઓ.પી. ભદૌરિયાએ પણ રાજ્ય મંત્રી પદે શપથ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.