Not Set/ Viral Video/ પેટ્રોલ ભરાવવા આવેલી યુવતીએ કર્યુ કઇક એવુ, જોઇને હસી પડશો તમે

એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાની એસયુવી કારને પેટ્રોલ પંપ પર લાવે છે અને પછી કારમાંથી નીચે ઉતર્યા બાદ પેટ્રોલ ભરવાની મશીનમાંથી પાઈપ લઈને કારમાં પેટ્રોલ ભરવાનો પ્રયત્ન કરે છે પરંતુ પેટ્રોલ પમ્પ પર કારને ખોટી સાઇડ પર મુકવાને કારણે તે કારમાં પેટ્રોલ […]

Videos
8e18b0b8df89f15b99299f05f11ec12d 1 Viral Video/ પેટ્રોલ ભરાવવા આવેલી યુવતીએ કર્યુ કઇક એવુ, જોઇને હસી પડશો તમે
8e18b0b8df89f15b99299f05f11ec12d 1 Viral Video/ પેટ્રોલ ભરાવવા આવેલી યુવતીએ કર્યુ કઇક એવુ, જોઇને હસી પડશો તમે

એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાની એસયુવી કારને પેટ્રોલ પંપ પર લાવે છે અને પછી કારમાંથી નીચે ઉતર્યા બાદ પેટ્રોલ ભરવાની મશીનમાંથી પાઈપ લઈને કારમાં પેટ્રોલ ભરવાનો પ્રયત્ન કરે છે પરંતુ પેટ્રોલ પમ્પ પર કારને ખોટી સાઇડ પર મુકવાને કારણે તે કારમાં પેટ્રોલ ભરી શકતી નથી. તે પછી તે ફરીથી કારમાં બેસે છે અને કારને બીજી પેટ્રોલ ભરવાની મશીન પાસે લઇને જાય છે. પરંતુ ફરી એકવાર તેણી પહેલી વાર જે ભૂલ કરી હતી તે કરે છે.

યુવતીએ ફરીથી કાર ખોટી બાજુ લગાવી હતી, જેના કારણે તે કારમાં પેટ્રોલ ભરી શકી નહી. સતત 2 ભૂલો કર્યા પછી, યુવતી ફરી એકવાર કારને બીજી બાજુથી ફેરવે છે અને પેટ્રોલ ફિલિંગ મશીનની પાસે લાવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે છોકરી ત્રીજી વખત પણ તે જ ભૂલ કરે છે, જે તેણે અત્યાર સુધી કરી છે. કાર ફરીથી ખોટી બાજુ લગાવે છે, જેના કારણે તે પેટ્રોલ ભરી શકતી નથી.

આપને જણાવી દઈએ કે આ 5 મિનિટનો વીડિયો પેટ્રોલ પમ્પ પર પાર્ક કરેલી કારની અંદર બેઠેલા પતિ-પત્ની દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં તમે તે વ્યક્તિનો અવાજ પણ સાંભળી શકો છો કે જે કહે છે કે “કારની બીજી બાજુ ગેસની ટાંકી છે. આગળ તે કહે છે કે છોકરીએ આ પહેલા ભૂલ કરી છે, તે કારને ખોટી બાજુ મૂકી રહી છે.” ડ્રાઇવરની બાજુમાં ગેસ અથવા પેટ્રોલની ટાંકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.