Not Set/ ગુજરાત/ ઝાયડસ કેડિલાને DGCI એ કોરોનાની રસીનાં હ્યુમન ટ્રાયલની આપી મંજૂરી

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આ ભારે સંકટથી બહાર આવવા માટે એકમાત્ર અસરકારક સારવાર રસી જ  છે. આજે સમગ્ર વિશ્વમાં તબીબી સંશોધનકર્તાઓનું એક મોટુ લક્ષ્ય જો હોય તો તે આ રસી વિકસાવવાનું જ છે. ત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ કોરોનાનાં દર્દીઓને મોટી રાહત મળી શકે છે. કોરોનાની […]

Ahmedabad Gujarat
a6d819c354796d12d995deba292212eb 1 ગુજરાત/ ઝાયડસ કેડિલાને DGCI એ કોરોનાની રસીનાં હ્યુમન ટ્રાયલની આપી મંજૂરી
a6d819c354796d12d995deba292212eb 1 ગુજરાત/ ઝાયડસ કેડિલાને DGCI એ કોરોનાની રસીનાં હ્યુમન ટ્રાયલની આપી મંજૂરી

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આ ભારે સંકટથી બહાર આવવા માટે એકમાત્ર અસરકારક સારવાર રસી જ  છે. આજે સમગ્ર વિશ્વમાં તબીબી સંશોધનકર્તાઓનું એક મોટુ લક્ષ્ય જો હોય તો તે આ રસી વિકસાવવાનું જ છે. ત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ કોરોનાનાં દર્દીઓને મોટી રાહત મળી શકે છે.

કોરોનાની દવાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ હાલમાં કોરોનાની રસી તૈયારી કરી રહી છે. આ માટે DGCI (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયા) એ રસીનાં ફેઝ-1 અને ફેઝ-2 નાં હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. જો કે સુત્રોનું કહેવુ છે કે આ ટ્રાયલને પૂર્ણ થવામાં અંદાજે 3 મહિનાનો સમય લાગી શકે છે. જો આ ટ્રાયલમાં તે પાસ થઇ જાય છે વિશ્વનાં અનેક દેશોમાં તેની મોટી માંગ રહેશે.

કોવિડ-19 પર નિષ્ણાત સમિતિનાં પ્રસ્તાવ પર મંજૂરી પ્રક્રિયા ઝડપી રાખવામાં આવી છે. “ડીસીજીઆઈનાં ડોક્ટર વીજી સોમાનીએ માનવ પર ફેઝ 1 અને ફેઝ 2 ની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે,” આ બાબત સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું. કંપનીની રસી પ્રાણીઓ પર પરીક્ષણમાં સફળ રહી છે.

દરમિયાન, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ દેશની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી કોવાક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાઓની પસંદગી કરી છે. આઈસીએમઆરએ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડનાં સહયોગથી સ્વદેશી કોવિડ-19 રસી (બીબીવી 152 કોવિડ રસી) વિકસાવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.