Not Set/ કાનપુર ફાયરિંગ/ જાણો કોણ છે વિકાસ દુબે, જેને શોધવા ગયેલા 8 પોલીસકર્મી થયા શહીદ

ઉત્તરપ્રદેશનાં કાનપુર જિલ્લાનાં ગામમાં બીકરુમાં ગત રાત્રીએ ઘેરાયેલા 8 પોલીસકર્મીઓની હત્યાનાં મામલામાં, હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનાં બે ગુંડાઓની પણ હત્યા કરાઈ હોવાની માહિતી મળી રહી છે. જો કે, હજી સુધી આ મામલે પુષ્ટિ મળી નથી. નજીકથી એક શસ્ત્ર મળી આવ્યું છે. વળી આ સમગ્ર મામલાનાં મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેની શોધમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, […]

India
7d4ff6cece62d9a2d961b584b87988f9 1 કાનપુર ફાયરિંગ/ જાણો કોણ છે વિકાસ દુબે, જેને શોધવા ગયેલા 8 પોલીસકર્મી થયા શહીદ

ઉત્તરપ્રદેશનાં કાનપુર જિલ્લાનાં ગામમાં બીકરુમાં ગત રાત્રીએ ઘેરાયેલા 8 પોલીસકર્મીઓની હત્યાનાં મામલામાં, હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનાં બે ગુંડાઓની પણ હત્યા કરાઈ હોવાની માહિતી મળી રહી છે. જો કે, હજી સુધી આ મામલે પુષ્ટિ મળી નથી. નજીકથી એક શસ્ત્ર મળી આવ્યું છે. વળી આ સમગ્ર મામલાનાં મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેની શોધમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, યુપી પોલીસ અધિકારી અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે હાજર છે અને એસટીએફને પણ ત્યાં મુકવામાં આવી છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની વાત કરીએ તો તેનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે.

2001 ની સાલમાં તેમની સામે ભાજપનાં નેતાની હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો પરંતુ આ કેસમાં તેમને સજા થઈ શકી ન હોતી. વળી, તેની સામે બીજો કેસ નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં પોલીસની એક વિશાળ ટીમ તેની ધરપકડ કરવા ગામમાં ગઈ હતી. ભારતીય રાજકારણમાં ગુનેગારો અને નેતાઓનું જોડાણ નવું નથી. 90 નાં દાયકામાં, જ્યારે વિકાસ દુબે આ વિસ્તારમાં એક નાનો બદમાશ હતો, ત્યારે પોલીસે તેને મારા-મારીનાં કેસમાં વારંવાર પકડતી હતી. પરંતુ તેને છોડાવવા માટે સ્થાનિક પ્રભાવશાળી નેતા ધારાસભ્ય અને સાંસદોનાં ફોન આવવા લાગતા હતા. વિકાસ દુબેને સત્તાનું રક્ષણ મળ્યું હતું અને તેઓ એક વખત જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેના ઘરનાં લોકો પણ ત્રણ ગામમાં પ્રધાન પણ બની ચુક્યા છે. કેટલાક મીડિયા અહેવાલોને માનવામાં આવે તો વિકાસ દુબે ઉપર કેબિનેટ મંત્રીઓ સુધીનો હાથ હતો.

કાનપુરનો તે વિસ્તાર જેની સાથે વિકાસ દુબેનો સંબંધ હતો. તે બ્રાહ્મણ પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર છે, પરંતુ અહીંના રાજકારણમાં પછાત જાતિનાં નેતાઓ પણ વર્ચસ્વ ધરાવતા હતા. જેને ઘટાડવા માટે નેતાઓએ વિકાસ દુબેનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, વિકાસ જમીનની વધતી કિંમતો અને આ વિસ્તારમાં વસૂલાત પર કેન્દ્રિત હતો. ત્યારથી વિકાસ દુબેનો આતંક સત્તાનાં જતનથી શરૂ થયો. જો કે, પાછળથી આવા ઘણા કિસ્સાઓમાં તેનું નામ સામે આવ્યું જેમાં આગળનાં જાતિનાં નેતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા. જો કે ત્યાં સુધીમાં વિકાસ દુબેનો આતંક વધી ગયો હતો અને ઘણા નેતા જેની સાથે વિકાસ દુબેનો મેળ નહતો તે તેમના નિશાના રક આવી ગયો હતો કારણ કે તે સમયે આ વિસ્તારમાં જમીનોની કિંમતોમાં વધારો થવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.