Not Set/ કોંગ્રેસનાં પૂર્વ પ્રવક્તાનો દાવો, પાર્ટીનાં 100 નેતાઓની ઉઠી નેતૃત્વ બદલવાની માંગ

  કોંગ્રેસમાં હવે દિવસે ને દિવસે અંદરનાં ઝઘડા ઉભરી રહ્યા છે. તાજેતરનાં દિવસોમાં, કોંગ્રેસે જાહેરાત કરી હતી કે સોનિયા ગાંધી પાર્ટીની ચૂંટણી થાય ત્યાં સુધી વચગાળાનાં અધ્યક્ષ રહેશે. થોડા દિવસ પહેલા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સંજય ઝાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અંગે સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં 100 જેટલા નેતાઓ પક્ષની આંતરિક બાબતોથી ચિંતિત […]

India
90c3c9e6a7bb62ad0466efc6dad8912c કોંગ્રેસનાં પૂર્વ પ્રવક્તાનો દાવો, પાર્ટીનાં 100 નેતાઓની ઉઠી નેતૃત્વ બદલવાની માંગ
90c3c9e6a7bb62ad0466efc6dad8912c કોંગ્રેસનાં પૂર્વ પ્રવક્તાનો દાવો, પાર્ટીનાં 100 નેતાઓની ઉઠી નેતૃત્વ બદલવાની માંગ 

કોંગ્રેસમાં હવે દિવસે ને દિવસે અંદરનાં ઝઘડા ઉભરી રહ્યા છે. તાજેતરનાં દિવસોમાં, કોંગ્રેસે જાહેરાત કરી હતી કે સોનિયા ગાંધી પાર્ટીની ચૂંટણી થાય ત્યાં સુધી વચગાળાનાં અધ્યક્ષ રહેશે. થોડા દિવસ પહેલા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સંજય ઝાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અંગે સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં 100 જેટલા નેતાઓ પક્ષની આંતરિક બાબતોથી ચિંતિત છે.

સંજય ઝાએ દાવો કર્યો હતો કે, આ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, જેમાં રાજકીય નેતૃત્વ બદલવાની માંગ ઉઠાવવામાં આવી છે. આટલું જ નહીં, પાર્ટીનાં નેતાઓએ કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં પારદર્શક ચૂંટણીઓની માંગ પણ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા સંજય ઝાએ કહ્યું હતું કે, તેઓ પાર્ટીની વિચારધારા પ્રત્યે વફાદાર છે, પરંતુ તેમની વફાદારી કોઈ વ્યક્તિ કે પરિવાર પ્રત્યે નથી. રાજસ્થાનમાં કોંગ્રેસનાં બળવાખોર સચિન પાયલોટને લગતા કેસ સાથે કેવી રીતે કાર્યવાહી કરવી તેની પાર્ટીની નીતિઓની ટીકા કરનાર ઝાએ કહ્યું હતું કે તેઓ ગાંધીવાદી-નહેરુવાદની વિચારધારામાં વિશ્વાસ રાખતા શખ્સ છે અને આ વિચારધારા હવે કોંગ્રેસમાંથી લુપ્ત થઈ ગઈ છે.

જણવી દઇએ કે, સંજય ઝા પહેલા પાર્ટીનાં વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ કોંગ્રેસમાં સ્થાઈ અધ્યક્ષની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પાર્ટીમાં સ્થાઈ અધ્યક્ષ ન હોવાને કારણે નેતાઓ અને કાર્યકરોમાં ખોટા સંદેશાઓ ચાલી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીનાં નેતૃત્વ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.