Not Set/ અમદાવાદ/ તોડબાજ મહિલા PSIના ત્રણ દિવસના રિમાંડ મંજૂર

અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પાસેથી તોડ કરનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 3 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. 7 દિવસના રિમાંડની માંગ કરવામાં આવી હતી જો કે કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જણાવી દઇએ, મહિલા ક્રાઇમ બ્રાંચની મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ […]

Ahmedabad Gujarat
f21ebe5a57b11a218232e3919616a9b3 અમદાવાદ/ તોડબાજ મહિલા PSIના ત્રણ દિવસના રિમાંડ મંજૂર
f21ebe5a57b11a218232e3919616a9b3 અમદાવાદ/ તોડબાજ મહિલા PSIના ત્રણ દિવસના રિમાંડ મંજૂર

અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પાસેથી તોડ કરનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 3 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. 7 દિવસના રિમાંડની માંગ કરવામાં આવી હતી જો કે કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.

જણાવી દઇએ, મહિલા ક્રાઇમ બ્રાંચની મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાતા ગુજરાત પોલીસ વિભાગમાં ચર્ચા ચકડોળે ચડી છે. મહિલા PSI શ્વેતા જાડેજાએ આરોપી પાસે થી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા જ આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

મહિલા PSI દ્વારા લાંચ લેવાના મામલે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી દાખલ થયા બાદ પોલીસે હવે તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. મહિલા પીએસઆઇ સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.

રેપ કેસના આરોપી GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહના કેસની તપાસ શ્વેતા કરી રહ્યા હતા. આરોપી સામે બે બે ફરિયાદ નોંધાતા રેપ કેસ બાદ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ કેનલ શાહ વિરુદ્ધ નોંધાઈ બાદમાં કેનલ શાહએ લેખિત અરજી આપી રજુઆત કરી હતી કે, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ ધરાવતા PSI શ્વેતા જાડેજા પાસે તેઓ વિરુદ્ધ થયેલા બળાત્કારના કેસની તપાસ છે. PSI જાડેજાએ તેઓ પાસે રૂપિયા 35 લાખની માગણી કરી જે મુજબ તેઓએ અમુક ચૂકવી છે. જો પૈસા ના આપું તો બે કેસ થયા હોવાથી PSI જાડેજાએ કેનલ શાહને પાસા હેઠળ જેલમાં પુરવાની ધમકી આપી હતી. રેપ કેસના આરોપી GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા 35 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.