Not Set/ દલાઇ લામાનાં 85 માં જન્મ દિવસ પર ભારત સરકારનાં ઓફિસરે પાઠવી શુભકામનાઓ

પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે પછી ચીનને વધુ મરચુ લાગ્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. કેન્દ્ર શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર વતી દલાઈ લામાને તેમના 85 માં જન્મદિવસ પર અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભારત-ચીન બાબતોનાં નિષ્ણાંતો […]

India
fab6b167b4df11c04825422e3c2117c6 દલાઇ લામાનાં 85 માં જન્મ દિવસ પર ભારત સરકારનાં ઓફિસરે પાઠવી શુભકામનાઓ
fab6b167b4df11c04825422e3c2117c6 દલાઇ લામાનાં 85 માં જન્મ દિવસ પર ભારત સરકારનાં ઓફિસરે પાઠવી શુભકામનાઓ

પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ ક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે પછી ચીનને વધુ મરચુ લાગ્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. કેન્દ્ર શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર વતી દલાઈ લામાને તેમના 85 માં જન્મદિવસ પર અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ભારત-ચીન બાબતોનાં નિષ્ણાંતો આ પગલાને સરકારનું હિંમતભેર પગલું ગણાવી રહ્યા છે. સંસદ શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર આર.કે. માથુરે, તિબેટીયનમાં ધાર્મિકગુરુ, 14 માં દલાઈ લામાનાં 85 માં જન્મ દિવસ પર એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે, આજે 14 માં દલાઈ લામાનો 85 મો જન્મદિવસ છે. હું તેમના સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની કામના કરું છું.તેણે આ ટ્વિટમાં આગળ લખ્યું છે, ‘તેમનુ આધ્યાત્મિક નેતૃત્વ આ મુશ્કેલ સમયમાં આપણને શક્તિ આપે છે.નિષ્ણાંતોનાં મતે, આ પહેલીવાર છે જ્યારે ભારત સરકાર દ્વારા નિયુક્ત સરકારી અધિકારીએ દલાઈ લામાને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. તેઓ માને છે કે આ નિર્ણયથી ચીનનો ગુસ્સો વધુ ભડકી શકે છે.