Not Set/ CAAનાં મુદ્દા પરથી ધ્યાન હટાવવા કોટા મામલો ખોટો ચગાવવામાં આવ્યો : CM ગેહલોત

રાજસ્થાનનાં કોટામાં બાળકોનાં મોત અંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું છે કે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ સમગ્ર દેશમાં બનાવેલા વાતાવરણથી ધ્યાન હટાવવા આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, “મેં પહેલેથી જ કહ્યું છે કે, આ વર્ષે શિશુના મૃત્યુના આંકડા છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.” તે […]

Top Stories India
689838 ashok gehlot CAAનાં મુદ્દા પરથી ધ્યાન હટાવવા કોટા મામલો ખોટો ચગાવવામાં આવ્યો : CM ગેહલોત

રાજસ્થાનનાં કોટામાં બાળકોનાં મોત અંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું છે કે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ સમગ્ર દેશમાં બનાવેલા વાતાવરણથી ધ્યાન હટાવવા આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, “મેં પહેલેથી જ કહ્યું છે કે, આ વર્ષે શિશુના મૃત્યુના આંકડા છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.” તે જ સમયે, ગેહલોતે ટ્વિટ કર્યું હતું કે, કોટાની જેકે લોન હોસ્પિટલમાં બીમાર શિશુઓના મોત પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. આ અંગે રાજકારણ ન થવું જોઈએ. કોટાની આ હોસ્પિટલમાં શિશુ મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમે તેને વધુ ઘટાડવાનો પ્રયત્ન કરીશું. માતા અને બાળકો સ્વસ્થ રહે તે અમારી પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘અમારી સરકાર 2003 માં રાજસ્થાનમાં ચિલ્ડ્રન્સ આઈસીયુની સ્થાપના કરનારી પ્રથમ સરકાર હતી. અમે 2011 માં કોટામાં ચિલ્ડ્રન્સ આઇસીયુ સ્થાપ્યું હતું. ગેહલોટના કહેવા મુજબ, ‘નિરોગી રાજસ્થાન’ એ આપણી પ્રાથમિકતા છે અને આરોગ્ય સેવાઓમાં વધુ સુધારણા માટે ભારત સરકારની નિષ્ણાંત ટીમ પણ આવકાર્ય છે.

આપણે જાણાવી દઇએ કે, બુધવારે હોસ્પિટલમાં ત્રણ નવજાતનાં મોત સાથે અને ગુરુવારે એક વધુ મોત નોંધવામાં આવી છે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા નવજાતની સંખ્યા 104થી વધુ થઈ ગઈ છે. દરમિયાન, જે.કે. લોન હોસ્પિટલના બાળ ચિકિત્સા વિભાગના વડા ડો.એ.એલ.બેરવાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં અન્ય 12 બેડના આઇસીયુને મંજૂરી આપવામાં આવી છે. આ માટે કામ શરૂ કરાયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.