ICC Special Honour/ ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન

ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના ક્રિકેટ રમત પ્રત્યેના યોગદાનને લઈને આઈસીસીએ ‘હોલ ઓફ ફ્રેમ’માં સામેલ કરી ઉચ્ચ સમ્માન આપ્યું. આ સાથે ‘હોલ ઓફ ફેમ’માં સામેલ ખેલાડીઓની કુલ સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.

Top Stories Sports
YouTube Thumbnail 96 1 ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન

ભારત વર્લ્ડકપ-2023માં અત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. ટીમ ઇન્ડિયાનો ભાગ રહેલ એક ભૂતપૂર્વ ક્રિકેટરને ICCએ મોટું સન્માન આપ્યું છે. આ ક્રિકેટર ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે વધુ પ્રખ્યાત બન્યો છે. જેનું નામ છે વિરેન્દ્ર સહેવાગ. વિશ્વમાં સૌથી આક્રમક ઓપનર બેટસમેન તરીકે વિરેન્દ્ર સહેવાગ ટોપ 10માં સામેલ છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી ટીમને વિજય અપાવ્યો છે. મુલતાનમાં પાકિસ્તાન વિરૂદ્ધ 309 રનની ઈનિંગ કોઈ ભૂલી ના શકે. આજે પણ તેના ફેન્સ આ મેચ જોવા ઉત્સુક છે.

Virender Sehwag Biography ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન

ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના ક્રિકેટ રમત પ્રત્યેના યોગદાનને લઈને આઈસીસીએ ‘હોલ ઓફ ફ્રેમ’માં સામેલ કરી ઉચ્ચ સમ્માન આપ્યું. આ સાથે ‘હોલ ઓફ ફેમ’માં સામેલ ખેલાડીઓની કુલ સંખ્યા વધીને 112 થઈ ગઈ છે. અગાઉ ભારતીય મહિલા ટીમની પૂર્વ ખેલાડી ડાયના એડુલજી અને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી અરવિંદા ડી સિલ્વાનો પણ ‘હોલ ઓફ ફેમ’માં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરેન્દ્ર સહેવાગને હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ સાથે આ વિશેષ સન્માન મેળવનારા ભારતીયોનું સંખ્યા 9 થઈ ગઈ છે. અગાઉ બિશનસિંહ બેદિ (2009), સુનીલ ગાવસ્કર (2009), કપિલ દેવ (2010), અનિલ કુંબલે (2015), રાહુલ દ્રવિડ (2018), સચિન તેંડુલકર (2019), મેનકા (2021), ડાયના એડુલજી (2023) અને હવે આ યાદી વધુ એક નામ જોડાયું છે વિરેન્દ્ર સહેવાગ (2023).

Gavaskar Dravid ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન

મુલતાનની યાદગાર ઇનિંગ પછી વિરેન્દ્ર સેહવાગ ‘મુલતાનનો સુલતાન’ તરીકે ઓળખાવા લાગ્યો.આઈસીસીએ હોલ ઓફ ફ્રેમમાં સ્થાન આપતા 45 વર્ષીય સહેવાગે ICC અને જ્યુરીનો આભાર માન્યો. સાથે પોતાના પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ અને પ્રશંસકોનો પણ આભાર માન્યો જેઓ હરહંમેશ તેમના માટે પ્રાર્થના કરતા રહ્યા છે.

વીરેન્દ્ર સેહવાગે કુલ 104 ટેસ્ટ મેચોમાં 8586 રન બનાવ્યા હતા જેમાં 23 સદી સામેલ છે. દક્ષિણ આફ્રિકા સામે સૌથી Highest 319 રનનો સ્કોર કર્યોનો રેકોર્ડ બનાવ્યો હતો. બે ત્રેવડી સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના તે એકમાત્ર ખેલાડી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 15 સદી અને 38 અડધી સદીની મદદથી 8283 રન બનાવ્યા હતા. વન-ડે ઈન્ટરનેશનલમાં સેહવાગનો હાઈ સ્કોર 219 રન હતો. આ સિવાય સેહવાગના નામે 19 T20 ઈન્ટરનેશનલમાં 394 રન પણ નોંધાયેલા છે.

vipp ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન

હાલમાં ભારતમાં ચાલી રહેલ વર્લ્ડકપમાં ભારત પ્રથમ ક્રમાંકે છે. એકપછી એક વિજય મેળવતા ભારત વર્લ્ડકપ વિજયી બનવા તરફ  વિજયકૂચ કરી રહ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતીય યુવા ક્રિકેટરોની અત્યારે દુનિયામાં બોલબાલા વધી છે. યુવા ક્રિકેટરોના પ્રેરણારૂપ એવા સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેડુંલકર અને વિરેન્દ્ર સહેવાગને આજે પણ તેઓ આદર્શ માને છે.


whatsapp ad White Font big size 2 4 ‘મુલતાન’ના ‘સુલતાન’ તરીકે ખ્યાતનામ બનેલા ક્રિકેટરને ICCએ આપ્યું વિશેષ સન્માન


આ પણ વાંચો : અમદાવાદ/ ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો

આ પણ વાંચો : અમદાવાદ/ અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

આ પણ વાંચો : ક્રાઈમ/ અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો