Not Set/ બાળક માટે કોલગર્લની બલી, આ રીતે ફૂટ્યો ભાંડો 

કોલ ગર્લને કોઈ ખાસ સંબંધીઓ હોતાનાથી આથી તેની બલી ચઢાવવામાં આવે કે હત્યા કરવામાં આવે તો પકડવાનો ભય ઓછો રહે છે

Top Stories
નર બલી બાળક માટે કોલગર્લની બલી, આ રીતે ફૂટ્યો ભાંડો 

હિન્દી સિનેમાનું આપના સમાજ ઉપર પહેલાથી જ પ્રભુત્વ રહ્યું છે. સીને જગત અપના સમાજનો આયનો રહ્યો છે. પરંતુ આજના યુગમાં સીને જગતમાં બતાવવામાં આવતી ગુનાહિત પ્રવૃતિઓ પણ લોકો પોતાના જીવનમાં ઉતારવા લાગ્યા છે. અને ગુના કરવા માટે પ્રેરણા લઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. જ્યાં લગ્નના ૧૮ વર્ષે પણ ઘરે પારણું નહિ બંધાતા યુગલે તંત્ર મંત્રનો સહારો લીધો અને નર બલી સુધી આખો મામલો પહોચી ગયો છે. અને તે પણ હિન્દી સિનેમા મર્ડર -૨ ની માફક.

પ્રાપ્ત વિગતો અનુસાર ગ્વાલિયરમાં લગ્નના 18 વર્ષ બાદ પણ  કોઈ બાળક ના હતું તેમને તાંત્રિક પાસે ગયા અને તાંત્રિકે નર બળી ચઢાવવાની જણાવ્યું હતું. આથી આરોપી બેટુ ભદૌરિયાએ તેની બહેન અને તેના બોયફ્રેન્ડ સાથે મળીને એક કોલ ગર્લની વ્યવસ્થા કરી હતી. તાંત્રિકના કહેવાથી કોલ ગર્લની બલી ચઢાવવાનો વિચાર ફિલ્મ મર્ડર 2 પરથી આવ્યો હતો.

ગુનાને અંજામ આપતી વખતે આરોપીઓએ વિચાર્યું કે તેઓ કોલ ગર્લને બોલાવીને તેનો બલી આપશે. કોઈ પૂછપરછ પણ કરશે નહીં અને પોલીસ થોડા દિવસ તપાસ કર્યા પછી ભૂલી જશે, પરંતુ કોલરની કોલ ડિટેઈલ અને સીસીટીવી ફૂટેજથી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો.

હત્યાની યોજના તાંત્રિકના કહેવાથી કરવામાં આવી હતી
બાળકની ઈચ્છામાં આ દંપતી તાંત્રિકની જાળમાં ફસાઈ ગયું અને હત્યાનું કાવતરું રચ્યું હતું. તેની બહેન મીરા રાજાવત અને તેનો બોયફ્રેન્ડ નીરજ પરમાર કોલ ગર્લની હત્યા કરીને લાશને બાઈક ઉપર તાંત્રિક પાસે લઈ જઈ રહ્યા હતા, પરંતુ લાશ બાઇક પરથી નીચે પડી હતી. આ પછી બંને મૃતદેહને છોડીને ભાગી ગયા.

દંપતી, મીરા રાજાવત અને તેના બોયફ્રેન્ડ નીરજ પરમાર સિવાય, તાંત્રિક ગિરવાર યાદવની આ કેસમાં ધરપકડ કરી છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર નીરજ પરમાર છે. તેણે અને બેતુએ મળીને કોલ ગર્લની હત્યા કરી હતી. તાંત્રિકે શરદ પૂર્ણિમા પર બલી આપવા કહ્યું હતું.

મહિલાની લાશ રોડની બાજુમાં પડેલી મળી આવી હતી
ગુરુવારે સવારે ગ્વાલિયરમાં હજીરાની IIITM કોલેજ પાસે મોરેના રોડ પર એક મહિલાની લાશ રોડ કિનારે પડેલી મળી આવી હતી. ગરદન પર ગળું દબાવવાના અને જકડાઈ જવાના નિશાન હતા. મહિલાની ઓળખ હજીરાની રહેવાસી આરતી ઉર્ફે લક્ષ્મી મિશ્રા (40) તરીકે થઈ છે. તેણીએ તેના પતિથી 12 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. છૂટાછેડાનું કારણ તેના પતિએ જણાવ્યું હતું કે તેનું વર્તન સારું નથી.

મહિલા છેલ્લા કેટલાક સમયથી ઓટો ડ્રાઈવર સાથે લિવ-ઈનમાં રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસ તપાસ કરી રહી હતી કે તેની કોલ ડિટેઈલમાંથી ઘણા રહસ્યો બહાર આવ્યા હતા. બહાર આવ્યું કે તેણી કોલ ગર્લ હતી. આ પછી પોલીસે તપાસને આ એંગલ તરફ વાળી હતી. 24 કલાકમાં CSP મહારાજપુરા રવિ ભદૌરિયા, TI હજીરા આલોકસિંહ પરિહારની ટીમે આ બાબતનો ખુલાસો કર્યો.

લગ્નના 18 વર્ષ, બાળક નથી
મમતા ભદૌરિયા અને બેટુ ભદૌરિયા નિવાસી મોતીઝિલના લગ્નને 18 વર્ષ થયા છે. તેમને બાળક જોઈતું હતું. તેમણે ઘણા હકીમો, ડોકટરો અને બાબાઓની મદદ લીધી, પરંતુ કોઈ ફાયદો થયો નહી. આના પર બેટુએ તેની બહેન મીરા રાજાવત સાથે વાત કરી. તેણે આખી વાત તેના મિત્ર નીરજ પરમારને કહી.

નીરજે બધાને કહ્યું કે તે એક તાંત્રિક ગીરવર યાદવને ઓળખે છે. તે આ એક ચપટીમાં કરી શકે છે. આ પછી, જ્યારે તે ગિરવારને મળ્યો, ત્યારે તેણે એક જીવનને બદલે એક જીવન માંગ્યું. મતલબ, જો તમારે ઘરમાં બાળક જોઈએ છે, તો બલિદાન આપવું પડશે.

ફિલ્મ જોયા પછી વિચાર આવ્યો
બલી માટેનો વિચાર ઇમરાન હાશ્મી અને જેકલીન અભિનીત ફિલ્મ મર્ડર 2 પરથી લેવામાં આવ્યો હતો. ફિલ્મમાં એક સિરિયલ કિલર ઘરે ફોન કરીને બોલાવી કોલ ગર્લની હત્યા કરતો હતો. કોલ ગર્લને કોઈ સંબંધીઓ નહોતા, તેથી પોલીસ કેસ ઉકેલવામાં સક્ષમ નહોતી. એ જ રીતે નીરજે એક પ્લાન બનાવ્યો.

કોલગર્લ આરતીને  10 હજાર રૂપિયામાં બુક કરવામાં આવી હતી.  આ પછી બેતુ ભદૌરિયા તેની સાથે મોતીખિલ પહોંચ્યા. અહીં બેતુ અને નીરજે મળીને તેની હત્યા કરી હતી.

આ પછી તેમણે હજીરામાં રહેતા તાંત્રિકને બલીના ફોટા બતાવવા મોબાઈલમાં ફોટા પાડ્યા. પણ પછી પકડાઈ જવાના ડરથી તેને ડીલીટ કરી નાખ્યા હતા. આ પછી નક્કી થયું કે તે મૃતદેહને જીવતી છોકરી ની માફક બાઈક ઉપર બેસાડીને તાંત્રિકને બતાવવા લઇ જશે.

મૃતદેહ બાઇક પરથી પડી ગયો, અને બંને ભાગી ગયા 
રાત્રે 11 વાગ્યે નીરજ અને મીરા વચ્ચે બેસીને આરતીના મૃતદેહને હજીરા તાંત્રિકના ઘરે જવા માટે બાઇક પર મૂકીને નીકળ્યા હતા. રસ્તામાં IIITM કોલેજ પાસે અચાનક બાઇક પરનો કંટ્રોલ ખોરવાઈ ગયો અને વચ્ચે જ આરતીની લાશ રોડ પર પડી. આ જોઈને બંને ડરી ગયા. કેટલાક લોકો ત્યાંથી પણ જતા રહ્યા હતા. આના પર તેઓ બાઇક આગળ ખસેડીને ભાગી ગયા.

જમ્મુ-કાશ્મીર / કાશ્મીરની શાંતિને કોઈ હાની પહોંચાડી શકે નહીં : અમિત શાહ 

National / RSS સંગઠન મોદી સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે