Ahmedabad News/ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દાવો ન કરાયેલ થાપણો પાછી મેળવવા માટે શિબિરોનું આયોજન

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવામાં આવી રહી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ગુજરાતના અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને સાબરકાંઠા જિલ્લામાં નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે શિબિરોનું આયોજન

“आपकी पूँजी, आपका अधिकार” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પર એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 04 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવામાં આવી રહી છે.

ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી પ્રાપ્ત થશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવશે. આ જિલ્લા કક્ષાની શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે છઠ્ઠા તબક્કામાં ગુજરાતમાં જિલ્લા અમરેલીમાં શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025ના રોજ દિલીપ સંઘાણી ટાઉનહોલ, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક સામે, અમરેલી મા શિબિર આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જિલ્લા જુનાગઢમાં શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025ના રોજ આરસેટીઆઇ સામે બીઆરસી ભવન, કડિયાવડ, બિલખા, જુનાગઢમાં શિબિર આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સાબરકાંઠામાં શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025ના રોજ પ્રથમ બેન્કવેટ હોલ, સહકારીજિન, હિંમતનગરમા શિબિર આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં શનિવાર તારીખ 29 નવેમ્બર 2025ના રોજ રામજી મંદિર ઓડિટોરિયમ, પ્રભાસ પાટણ, સોમનાથ (વેરાવળ)માં શિબિર આયોજન કરવામાં આવ્યું છે. જે શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ખાનવેલ ખાતે જીમખાના મરાઠી મિડિયમ હાઈસ્કૂલમાં 28 નવેમ્બર, 2025ના રોજ દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે શિબિરનું આયોજન કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી

આ પણ વાંચો: National News/કેન્દ્રીય કર્મચારીઓની દશેરા પહેલા દિવાળી: 3% વધ્યું મોંઘવારી ભથ્થુ, પેન્શનરો માટે પણ DRમાં 3% નો વધારો પણ જાહેર

આ પણ વાંચો: New Delhi News/8મા પગાર પંચ: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ, માત્ર ૧૩% વધારો થઈ શકે છે