નોબલ પુરસ્કાર/ કોરોના રસી શોધનાર વૈજ્ઞાનિકને મળી શકે છે નોબલ પુરસ્કાર?

કોરોના મહામારીની વચ્ચે  કોરોના વિરોધી રસી બનાવનાર બે વૈજ્ઞાનિકને નોબેલ પુરસ્કારના સંભવિત બતાવવામાં આવી રહ્યા છે.

Top Stories
NOBAL કોરોના રસી શોધનાર વૈજ્ઞાનિકને મળી શકે છે નોબલ પુરસ્કાર?

 કોરોના મહામારીની વચ્ચે  કોરોના વિરોધી રસી બનાવનાર બે વૈજ્ઞાનિકને નોબેલ પુરસ્કારના સંભવિત બતાવવામાં આવી રહ્યા છે.આ નોબલ પુરસ્કારની જાહેરાત આવતીકાલે થશે.  વૈજ્ઞાનિક કેટલિન કારિકો અને ડ્રૂ વેઇઝમેનના નામની ચર્ચા હાલ ચાલી રહી છે.

સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થાના પ્રોફેસર અલી મિરાજામીએ કહ્યું કે જેઓ રસીની MRNA ટેકનોલોજી બનાવી છે તેમને ચોક્કસપણે ઇનામ પણ મળશે, મને ખાતરી છે કે તેમને મળશે પણ તે ક્યારે મળશે તે જોવાનું બાકી છે. મિરઝામીએ કટાક્ષમાં કહ્યું-કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિકોને નોબેલ આપવામાં પણ વિલંબ થઈ શકે છે કારણ કે 66 વર્ષીય કારિકો અને 62 વર્ષીય વેઈઝમેન પ્રમાણમાં યુવાન છે, નોબેલ સમિતિ 80 વર્ષ પાર કરવાની રાહ જુએ છે.  કોપનહેગન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર એડમ ફ્રેડ્રિક સેન્ડર બર્ટેલસેને પણ કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિકોનું નામનું સમર્થન કર્યું છે.

કારિકો અને વેઇઝમેન કોણ છે?
કેટલિન કેરિકો અને પ્રોફેસર ડ્રૂ વેઇસમેને એમ-આરએનએ રસીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કેટલિન કેરીકો બાયોએન્ટેકની જર્મની સ્થિત કંપનીના વાઇસ ચેરમેન છે. તેમના સંશોધન, જેના કારણે રસી શક્ય બની હતી, અગાઉ નકારી કાઢવામાં આવી હતી. હંગેરીમાં જન્મેલી કારિકોએ પણ ડિમોશનનો સામનો કરવો પડ્યો, પણ તેણે હાર ન માની. યુ.એસ.માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડ્રૂ વેઇસમેને મેસેન્જર રિબોન્યુક્લીક એસિડ (mRNA) રસી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.