Election/ આ તારીખમાં યોજાઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનુ એલાન કરવા જઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની પિટિશન નિકળી હતી, તેમા રાજ્ય સરકાર તરફથી એવો જવાબ રજુ કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરીનાં અંત સુધીમાં તમામ ચૂંટણી યોજાઇ જશે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, 20 મી જાન્યુઆરીની […]

Gujarat Others
Himmat Thakkar 25 આ તારીખમાં યોજાઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનુ એલાન કરવા જઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની પિટિશન નિકળી હતી, તેમા રાજ્ય સરકાર તરફથી એવો જવાબ રજુ કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરીનાં અંત સુધીમાં તમામ ચૂંટણી યોજાઇ જશે.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, 20 મી જાન્યુઆરીની આસપાસ રાજ્યનું ચૂંટણીપંચ, 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું એલાન કરી શકે છે. જણાવી દઇએ કે, 20 જાન્યુઆરીની આસપાસ કોઇ પણ દિવસે રાજ્યનું ચૂંટણીપંચ, તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થા ચૂંટણીનું એલાન કરી શકે છે. આપને જણાવી દઇએ કે, જ્યારે એલાન થાય તેના એક મહિનાની અંદર આ દરેક ચૂંટણીઓ યોજાતી હોય છે. આ પહેલાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો અત્યાર સુધી એલાન થાય તેના એક મહિના પાંચ-સાત દિવસ બાદ ચૂંટણીઓ યોજાતી હોય છે. આ જોતા જો આપણે અનુમાન લગાવીએ તો 20 મી જાન્યુઆરીની આસપાસ ચૂંટણીનું એલાન થશે, ત્યારે માનવાનું રહે કે ફેબ્રુઆરીનાં અંત સુધીમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. હવે સવાલ ઉભો થાય કે આ બે તબક્કા ક્યારે હોઇ શકે, તો આપને જણાવી દઇએ કે, મળી રહેલી માહિતી અનુસાર, 15 થી 21 ફેબ્રુઆરીની વચ્ચે 6 મનપા અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ શકે તેમ છે. આપને તે જણાવી દઇએ કે, આ કોઇ ચોક્કસ તારીખ ચૂંટમીપંચ તરફથી જાહેર કરવામા આવેલ નથી. પરંતુ એક આધાર મુજબ એવુ લાગી રહ્યુ છે કે, 6 મનપા અને 81 નગરપાલિકાની 15 થી 21 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતાઓ છે.

વળી જો બીજા તબક્કાની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 25 થતી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાય તેવી શક્યતાઓ છે. જો કે ચૂંટણીપંચે આ વિશે કોઇ જાહેરાત કરી નથી, પરંતુ જે રીતે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે બાહેધરી આપી છે તે મુજબ કોર્પોરેશનની ચૂંટણી 15 થી 21 ની વચ્ચે અને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણી 25 થી 28 ની વચ્ચે અને બન્ને ચૂંટણી 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ થાય તેવી શક્યતા છે. જો અનુમાન પ્રમાણે બનશે તો માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી શકયતા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો