Not Set/ શું લક્ષણ ન હોય તેવા લોકો ફેલાવી શકે છે કોરોનાવાયરસ?

સંક્રમિતોની સંખ્યામાં વધારો થવો તે તો એક ચિંતાનું કારણ છે જ પરંતુ આ ઉપરાંત હવે એક મોટો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે કે શું જે લોકોમાં કોરોનાનાં લક્ષણો નથી તેમના દ્વારા પણ થઇ શકે છે કોરોના..

Health & Fitness Lifestyle

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ આજે પણ વધી રહ્યા છે. ભારતમાં પણ સ્થિતિ હાલમાં ખરાબ થતી હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં દૈનિક કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જે સરકાર અને જનતા માટે પણ એક મોટી ચિંતાનો વિષય છે.

Mumbai / માણસ ક્યા ગઇ તારી માનવતા, આ શખ્સે કર્યો 30 કૂતરાઓ પર દુષ્કર્મ

સંક્રમિતોની સંખ્યામાં વધારો થવો તે તો એક ચિંતાનું કારણ છે જ પરંતુ આ ઉપરાંત હવે એક મોટો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે કે શું જે લોકોમાં કોરોનાનાં લક્ષણો નથી તેમના દ્વારા પણ થઇ શકે છે કોરોના.. જી હા સાંભળવામાં થોડુ અજીબ લાગશે પરંતુ આ હાલમાં ચર્ચાનો બન્યો છે. જો કે આ વિશે માહિતી એકઠી કરવામાં આવી છે, તે જાણમાં આવ્યું છે કે આવા લોકોથી પણ કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર આ માહિતી મળી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર એફએકયુમાં જણાવવામાં આવ્યું, ‘આ રોગ મુખ્યત્વે ઉધરસ ખાતા વ્યક્તિનાં શ્વસનના ટીપાં દ્વારા ફેલાય છે.

Grammy Awards 2021 / કેનેડિયન યુટ્યુબરે ખેડૂત આંદોલનને સમર્થન કરતા કર્યું કઇંક આવું

જો કે કોરોનાનાં કોઇ પણ લક્ષણો ન હોય તેવા વ્યક્તિથી આ સંક્રમણ ફેલાવવાની સંભાવનાઓ ઘણી ઓછી છે. એ વાત પણ સાચી છે કે કોરોનાનાં પ્રારંભિક લક્ષણોમાં હળવી ઉધરસ થતી હોય છે. રોગનાં પ્રારંભિક તબક્કે આ ખાસ કરીને સાચું છે. આ જ કારણ છે કે, કોવિડ-19 નો સંક્રમણ કોઈ એવી વ્યક્તિ પાસેથી આવે તે શક્ય છે કે જેને માત્ર હળવી ઉધરસ હોય અને તે બિમારીનો અનુભવ ન કરતો હોય. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, લોકોએ કોરોના વાયરસનાં લક્ષણો અને તેનાથી બચવા માટેની રીતો શોધવાનું શરૂ કરી દીધું છે. કોરોના ફેલાવા વિશેની માહિતી પણ શોધી રહ્યા છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…