Not Set/ આગામી 9 મહિનામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની ભલામણ કરી શકે છે, સરકાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય પછી, મોદી સરકારે વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર આગામી નવ મહિનામાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ માટે ભલામણો આપી શકે છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિદેશી અધિકારીઓની ટીમના આગમન પૂર્વે સરકારના વરિષ્ઠ અધિકારી […]

Top Stories India
jammu 1 આગામી 9 મહિનામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની ભલામણ કરી શકે છે, સરકાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય પછી, મોદી સરકારે વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર આગામી નવ મહિનામાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ માટે ભલામણો આપી શકે છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિદેશી અધિકારીઓની ટીમના આગમન પૂર્વે સરકારના વરિષ્ઠ અધિકારી દ્વારા આવો આશય વ્યક્ત કરાયો છે.

સરકાર ચોક્કસપણે આગામી નવ મહિનામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું વિચારે છે. ઓક્ટોબરના અંત સુધીમાં, તમામ 316 બીડીસી (બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ) ની ચૂંટણીઓ તે દિશામાં એક પગલું છે. ભાજપે મહેબૂબા મુફ્તીની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો, ત્યારથી રાજ્યપાલ શાસન અમલમાં આવ્યું. બાદમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

કલમ 370 નાબૂદ કર્યા બાદ નેશનલ કોન્ફરન્સના અને પીડીપી નેતાઓ નજરકેદ હેઠળ છે. તાજેતરમાં ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે, આગામી નવ મહિનામાં કાશ્મીરની સ્થિતિ વિધાનસભાની ચૂંટણીઓ માટે અનુકૂળ છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે કલમ 370 નાબૂદ સાથે, ત્યાં અમલમાં મૂકાયેલ 35 એ પણ આપમેળે સમાપ્ત થઈ ગઈ છે. સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય કર્યો. આમાં જમ્મુ-કાશ્મીરને  કેન્દ્ર શાસિત પ્રદેશ અને લડાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. જોકે, લદ્દાખમાં વિધાનસભાની ચૂંટણીઓ નહીં થાય.

આગામી 9 મહિનામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની ભલામણ કરી શકે છે, સરકાર

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.